Spread the love

સૂરત, 02 જૂન, ગુજરાત માં સુરત શહેર એસ.ઓ.જી., પીસીબીએ ડાર્કવેબ મારફતે વિદેશથી મંગાવેલ કિ.રૂ. ૪૨,૫૦,૦૦૦/-ની મત્તાનુ LSD ડ્રગ્સ તથા  કિ.રૂ.,૬૫,૪૬૦/-ની મત્તાનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો અડાજણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું.
એસઓજી સૂત્રોએ આજે જણાવ્યું કે એસઓજી.ને બાતમી હકીકત મળેલ કે, અડાજણ વિસ્તારમાં પાલનપુર પાટીયા બી.એસ.એન.એલ.ઓફીસની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટી મકાન નં.૧૧૭ માં રહેતા આરોપી  પાર્થ કેતનકુમાર મંદિરવાલા વાળો ડાર્કવેબ નામની ઓનલાઈન વેબસાઈટ ઉપરથી બેંગકોક ખાતેથી ડ્રગ્સનો જથ્થો કુરીયર મારફતે મંગાવી તેનુ વેચાણ કરે છે. જે બાતમી  આધારે  પી.સી.બી./એસ.ઓ.જી.ના અધિકારી/માણસો એ ઉપરોક્ત મકાનમાં રેડ કરતા મજકુર ઈસમ ઘરે હાજર મળી આવેલ નહી જેથી તેના મકાનની ઝડતી કરતા મકાનમાં સંતાડી રાખેલ હાઈબ્રીડ ગાંજો વજન ૨૧.૮૨૦ ગ્રામ કિ.રૂ.,૬૫,૪૬૦/- તથા LSD ડ્રગ્સ બ્લોટર પેપર નંગ-૯ કિ.રૂ.,૪૨,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.,રૂ.,૪૩,૧૫,૪૬૦/- નો જથ્થો કબ્જે  કરી સુરત શહેરમાં પ્રથમ વખત એસ.ઓ.જી.,દ્વારા LSD ડ્રગ્સ ઝડપી તે માર્કેટમાં ફેલાય તે પહેલાજ પકડી પાડવામાં સફળતા મળેલ છે.
જેથી વોન્ટેડ આરોપી વિરૂધ્ધમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.તથા આ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.