Spread the love

સોમનાથ, 12 જુલાઈ, શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફ થી આજે જણાવ્યું છે કે QR તથા ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવ ને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. “માત્ર 25₹ બિલ્વ પૂજા સેવા”.

શ્રાવણ 2024 પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25₹ બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.12 જુલાઈ થી શ્રાવણ માસની અમાસ 03 સપ્ટેંબર ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે.
અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, અને મહાશિવરાત્રી 2024 પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા” શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોની બિલવપુજાના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ભક્તોને લાઈવ દર્શન કરાવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.