લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો
૧૯ એપ્રિલના રોજ અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં
અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ રજૂ કરાયાં, જ્યારે અમદાવાદ પશ્ચિમ માટે ૧૯ ફોર્મ રજૂ કરાયાં
* * * *
લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો. અમદાવાદની બે બેઠકો – અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ (અ.જા.) માટે આજરોજ (૧૯ એપ્રિલ)ના રોજ કુલ ૨૪ ફોર્મ રજૂ થયાં છે. જે પૈકી અમદાવાદ પૂર્વ બેઠક માટે ૧૮ ફોર્મ રજૂ કરાયાં, જ્યારે અમદાવાદ પશ્ચિમ (અ.જા.) માટે ૬ ફોર્મ રજૂ કરાયા છે.
અત્યાર સુધીમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ ૪૪ ફોર્મ રજૂ કરાયાં છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે ૧૯ ફોર્મ રજૂ કરાયાં છે. આમ, કુલ મળીને બંને બેઠકો પર અત્યાર સુધીમાં કુલ ૬૩ ફોર્મ ભરવામાં આવ્યાં છે.
આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલરના રોજ સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.