સુરત, સોમવાર, ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગની ચૂંટણી પૂર્વે અપક્ષ સહિત ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભારતીય જનતા પાર્ટી સમર્થિત ઉમેદવાર મુકેશભાઈ દલાલને સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો.સૌરભ પારધીએ બિનહરીફ વિજેતા જાહેર કર્યા છે. ૨૪-સુરત સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ કલેક્ટર કચેરી ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી દિપક આનંદની ઉપસ્થિતિમાં બિનહરીફ વિજેતા મુકેશભાઈ દલાલને પ્રમાણપત્ર આપી વિજેતા ઘોષિત કર્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૫૩ ની પેટા-કલમ(૨) હેઠળ સુરત-૨૪ લોકસભા બેઠકના ચૂંટણી પરિણામની જાહેરાત કરી હતી.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪: સુરત