Spread the love

Gandhinagar, Gujarat, Feb 02, ગુજરાત ના અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ પ્રયાગરાજ માટે ૦૪/૦૨/૨૦૨૫ થી (નવીન ૫ બસો ) બસ શરુ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ તથા ગુજરાત પ્રવાસન નિગમ લી. તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લઇ ૨૭મી જાન્યુઆરીથી ગુજરાત એસ.ટી નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૩ રાત્રિ / ૪ દિવસનું પેકેજ બનાવી અમદાવાથી વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવવામાં આવેલ છે.
આ સેવાને શરુ થયાને ખુબજ સારો પ્રતિસાદ મળેલ હોઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.
સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP – Border) મુકામે કરવામા આવનાર છે.
અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામા આવનાર છે.
શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવેલ છે.
તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫ વાગ્યા બાદ એસ.ટી નિગમની વેબસાઈટ પરથી ઓનલાઈન બુકિંગ થઇ શકશે.
નોંધ : રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતા પવિત્ર મહાકુંભનો લાભ લઇ શકે તે માટે નમ્ર પ્રયાસ કરેલ છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *