Spread the love

થીમ: ‘સ્કૂલથી સ્ટાર્ટ-અપ્સ: ઇગ્નીટિંગ યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ’

ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. તે દિવસ છે જ્યારે ભારતે 11મી મે, 1998ના રોજ પોખરણમાં પરમાણુ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની વૈજ્ઞાનિક અને તકનીકી સિદ્ધિઓની યાદમાં તે સૌપ્રથમવાર 1999માં મનાવવામાં આવ્યો હતો. ઉપરાંત, આ દિવસે પ્રથમ, સ્વદેશી વિમાન “હંસા-3” નું બેંગ્લોરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

આ વર્ષે નેશનલ ટેક્નોલોજી દિવસની થીમ છે “ સ્કૂલથી સ્ટાર્ટ-અપ્સ: ઇગ્નાઇટીંગ યંગ માઇન્ડ્સ ટુ ઇનોવેટ ” . રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કાર્યક્રમ એ એક મહત્વપૂર્ણ ઘટના છે જે ભારતની તકનીકી પ્રગતિ અને સિદ્ધિઓને યાદ કરે છે. તે રાષ્ટ્રની પ્રગતિમાં વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને સંશોધકોના યોગદાનને ઓળખવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે.
યુવાનોને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) અને સ્ટાર્ટ-અપ પ્રવૃત્તિઓ તરફ આકર્ષવા અને પ્રોત્સાહિત કરવા માટે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)-ISRO અને GUJCOST સાથે મળીને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન SAC-ISRO, સેટેલાઇટ, અમદાવાદના યશપાલ ઓડિટોરિયમમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ એન્જીનીયરીંગ સંસ્થાઓના 250 થી વધુ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

નેશનલ ટેક્નોલોજી દિવસની થીમ પર સફળ સ્ટાર્ટ-અપ્સ દ્વારા સત્રો હશે. શ્રી અરિજિત સોની, સ્થાપક અને સીઈઓ, MYBYK તેમની સ્ટાર્ટ-અપ સફર અને તેમની સફળતાની વાર્તા વિશે તેમના વિચારો શેર કરશે. એવોર્ડ વિજેતા અવકાશ આર્કિટેક્ટ સુશ્રી આસ્થા કાચા ઝાલા વિદ્યાર્થીઓ સાથે અવકાશ આર્કિટેક્ચરમાં પ્રગતિ અંગેના તેમના આંતરદૃષ્ટિપૂર્ણ વિચારો શેર કરશે. છેલ્લે, બાલાજી વેફરની સફળતાની વાર્તા બાલાજી વેફર્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચંદુભાઈ વિરાણી દ્વારા શેર કરવામાં આવશે.

અમદાવાદના ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે ગુજકોસ્ટ, ગુજરાત સાયન્સ સિટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ (IPR) દ્વારા સંયુક્ત રીતે એક ખાસ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. સાયન્સ સિટી ખાતે થીમ પર એક દિવસીય વર્કશોપ, પ્રદર્શન અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં તમામ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને 33 સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો (CSCs) ખાતે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ગુજકોસ્ટ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવશે .

ઉજવણીનો ઉદ્દેશ્ય નવીનતાની સંસ્કૃતિ કેળવવાનો અને આવનારી પેઢીઓ માટે વધુ ટકાઉ, સમાન અને સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરવા માટે એન્જિનિયરિંગ ક્ષેત્રે યુવા દિમાગને ભવિષ્યના અગ્રણી અને ટેક્નોલોજીની શક્તિ બનવા માટે પ્રેરિત કરવાનો છે.