Spread the love

નવીદિલ્હી, 07 જૂન, 18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન દરમિયાન યોજાશે.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં સચિવ સંજય જાજૂએ આજે જાહેરાત કરી હતી કે મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની 18મી આવૃત્તિ  15  જૂન થી 21 જૂન સુધી મુંબઈમાં યોજાશે. તેમણે જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલનું સ્થળ એફડી-એનએફડીસી કોમ્પ્લેક્સ, મુંબઈ હશે, ત્યારે એમઆઇએફએફનું સ્ક્રીનિંગ દિલ્હી (સિરિફોર્ટ ઓડિટોરિયમ), ચેન્નાઈ (ટાગોર ફિલ્મ સેન્ટર), પૂણે (એનએફએઆઈ ઓડિટોરિયમ) અને કોલકાતા (એસઆરએફટીઆઈ ઓડિટોરિયમ)માં પણ યોજાશે.