Spread the love

Abu road, Rajasthan, Dec 30, Rajasthan ના આબુ શાંતિવન ના નવ વર્ષ આધ્યાત્મ મહોત્સવમાં ભાગ લેવા વિશ્વના ૮૦ દેશોના ૨૦ હજાર બ્રહ્માકુમારી ભાઈ બહેનો આવ્યા છે.
બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદી અને ભરત શાહના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય આધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ મુખ્યાલય આબુરોડ શાંતિવન ખાતે આજે ત્રિદિવસીય નવ વર્ષ અધ્યાત્મ મહોત્સવનો પ્રારંભ સંસ્થાના વડા ડો.દાદી રતન મોહિનીજીની અધ્યક્ષતામાં યોજાયો. જેમાં વિશ્વના ૮૦ દેશોના ૨૦ હજાર રાજયોગી ભાઈ બહેનો ભાગ લઈ રહેલ છે.
ભવ્ય દિવ્ય સમારંભમાં પોતાના આશીવૅચન આપતા ૧૦૦ વર્ષીય દાદી રતન મોહિનીજી એ વિશ્વ માનવને પરિવર્તનના આ સમયે જીવનમાં શાંતિ, સદભાવ આત્મશક્તિ માટે ભારતીય દિવ્ય સંસ્કૃતિને રાજ યોગા અને ઈશ્વરીય જ્ઞાનના માધ્યમથી ધારણ કરી ”એક વિશ્વ, એક પરિવાર” ની ભાવનાને સ્વયં માં ધારણ કરવા અનુરોધ કરેલ.
ત્રિદિવસીય આઘ્યાત્મિક મહા સમારંભમાં સ્વયંના અધ્યાત્મ સશક્તિકરણ વૈશ્વિક શાંતિ સદભાવ અને એકતા માટે હજારો બ્રહ્માકુમાર ભાઈ બહેનો ત્રિદિવસીય વૈશ્વિક રાજ યોગા સાધના કરશે ત્યાંથી વિશ્વ માનવને મનની શાંતિ શક્તિનો અનુભવ થઈ શકે તથા પોતાના જીવનમાં ૨૦૨૫ ના આગમન સાથે અધ્યાત્મક સશક્ત બનવા શ્રેષ્ઠ યોગી જીવનશૈલી અપનાવી સર્વ કલ્યાણ હેતુ જીવન સમર્પિત કરવાના સંગઠિત દ્રઢ સંકલ્પ કરવામાં આવશે અને જીવનભર વિશ્વ માનવને શાંતિ સદભાવ યુક્ત જીવનની પ્રેરણા માટે અધ્યાત્મ સશક્ત બનવા નિયમિત ઈશ્વરીય જ્ઞાન રાજ યોગાને જીવન મંત્ર બનાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *