Spread the love

Ahmedabad Gujarat, Dec 08, ગુજરાત ના અમદાવાદ શહેર શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી પાર્સલમાં સીમ કાર્ડ નંગ-૫૫ શંકમદ મળી આવેલ છે.
CYBER CRIME BRANCH AHMEDABAD CITY તરફથી આજે જણાવવામાં આવ્યું છે કે ગઇ ૨૭/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સુપ્રીટેડ કસ્ટમ અધિકારી દ્રારા માહીતી મળેલ કે, એક પાર્સલ વડોદરા થી આવેલ અને દુબઈ ખાતે મોકલી આપવાનું હતું જે પાર્સલમાં સીમ કાર્ડ નંગ-૫૫ શંકમદ મળી આવેલ છે જે માહીતી આધારે બે પંચો રૂબરૂ સદર પાર્સલ ખોલી જોતા જેમાં AIRTEL 5GPlus કંપનીના સીમ કાર્ડ નંગ-૫૫ મળી આવેલ હોય જે પંચનામા વિગતે કબ્જે કરવામાં આવેલ જે બાબતે સાયબર ક્રાઇમ જા.જોગ નં ૦૨/૨૦૨૪ તા-૨૮/૦૩/૨૦૨૪ થી જાણવા જોગ દાખલ થવા પામેલ હતી.
સદર જાણવા જોગની તપાસ દરમ્યાન ત્રણ શકમંદ ઇસમો મળી આવતા તેઓની સદર સીમ કાર્ડ બાબતે પુછપરછ કરતા “ સને ૨૦૨૪ માં ફેબ્રુઆરી મહીનામાં તેઓ પાસે નવા સીમ કાર્ડ કઢાવવા સારૂ આવતા ગ્રાહકોના બે પ્રકારે સીમ કાર્ડ કાઢતા હતા જેમાં (૧) ડીજીટલ પ્રોસેસથી ગ્રાહકની ફીંગરપીંટ (બાયોમેટ્રીક) અને આધાર કાર્ડ નંબર નાંખી સીમ કાર્ડ કાઢતા તથા (૨) ઓફલાઇન પ્રોસેસથી ગ્રાહકોનો ફોટો પાડી ગ્રાહકના આધાર કાર્ડનો ફોટો અપલોડ કરી ગ્રાહકના નામે સીમ કાર્ડ કાઢતા હતા જે બન્ને પ્રોસેસ ગ્રાહકો સાથે સીમ કાર્ડ કાઢતી વખતે કરતા હતા જેમાં ગ્રાહકના નામે બે સીમ કાર્ડ નીકળતા જેમાંથી એક ગ્રાહકને આપતા અને બીજુ સીમ કાર્ડ પોતે રાખતા આમ એક સાથે ૫૫ સીમ કાર્ડ ભેગા કરી આ બધા સીમકાર્ડ નો ઉપયોગ ગુનાહીત પ્રવૃતિ કરવા સારૂ દુબઇ ખાતે મોકલી આપવા સારૂ પાર્સલ તૈયાર કરેલ હતુ જે પાર્સલ મોકલનારના નામમાં કોઇ અજાણ્યા ઇસમનુ નામ લખી પોસ્ટ દ્રારા સ્પીડ પોસ્ટ કરેલ હતુ.
વિગેરે મતલબનુ જણાઇ આવતા સદર બાબતે ઇ.પી.કો કલમ ૪૦૬, ૧૨૦(બી), ૫૧૧ તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(સી) મુજબનો ગુનો બનતો હોય જેથી સદરી બાબતે ગુનો દાખલ કરાવતા સાયબર ક્રાઇમ ગુ.૨.નં ૧૧૧૯૧૦૬૭૨૪૦૧૬૮/૨૦૨૪ થી ગુનો દાખલ થવા પામેલ છે.
આ ગુનાહીત પ્રવુતી સાથે સંકળાયેલ સભ્યો રાહુલ બંકીમચંન્દ્ર શાહ રહેવાસી, ડી/૨૩૪ અનુપનગર દંતેશ્વર તલાવડી પાસે રેલ્વે કોલોની બાજુમાં દંતેશ્વર વડોદરા, કાંન્તીભાઇ ચકુરભાઇ બલદાણીયા રહેવાસી, મ.નં ૪૭૯ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ગામ-અંડાણા તા-અંકલેશ્વર જી-ભરૂચ તથાઅજય સ/ઓ રમેશભાઇ ભાલીયા રહેવાસી, એ/૭૩ લવકુશનગરી સોસાયટી વડસર બ્રીજ પાસે વડસર વડોદરા નાઓને પકડી કાયદેસર કાર્યવાહી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ કરી રહી છે.
આરોપીઓનુ એજયુકેશનની માહીતીઃ રાહુલ બંકીમચંન્દ્ર શાહ નાએ ધોરણ-૧૧ સુધી અભ્યાસ કરેલ છે. કાંન્તીભાઇ ચકુરભાઇ બલદાણીયા નાએ બી.એ સુધી અભ્યાસ કરેલ છે.અજય સ/ઓ રમેશભાઇ ભાલીયા નાએ બી.કોમ સુધી અભ્યાસ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *