ગુજરાતમાં આગામી તારીખ 7 મી મે-2024ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે અમદાવાદની બન્ને લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું છે. 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચતાં હવે 18 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે, જ્યારે 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પરથી એક પણ ફોર્મ પરત ન ખેંચાતાં 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે 7-અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર રાજ્યમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 12 એપ્રિલથી તા.19 એપ્રિલ-2024 દરમિયાન ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તારીખ 20મી એપ્રિલના રોજ બન્ને બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને બન્ને લોકસભા બેઠકો માટે સ્ક્રુટિની બાદ યોગ્ય રીતે ભરાયેલા ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા અને અધૂરી વિગતવાળા કે ખામીયુક્ત ઉમેદવારી પત્રોને અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા.
લોકસભા ચૂંટણી – ૨૦૨૪ : અમદાવાદ જિલ્લો
અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકનું ચિત્ર સ્પષ્ટ: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 અને 8- અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમદેવારી પરત ખેંચી, જ્યારે 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક પર એક પણ ફોર્મ પરત ન ખેંચાયું