અમદાવાદ, 31 મે, અમદાવાદમાં આજે હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાન આયોજન કરવામાં આવ્યું.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ૩૧ મે, શુક્રવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર હરજી લવજી દામાણી ‘શયદા’ની ૬૨મી પુણ્યતિથિએ ‘અશ્રુ ચાલ્યાં જાય છે’ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમના પ્રારંભમાં ગાયક-સ્વરકાર નયન પંચોલીએ શયદાની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરી.શયદાના જીવન-કવન વિશે કવિ રઈશ મનીઆરે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.
આ પ્રસંગે શયદાના પૌત્ર યાસીન હબીબ અને બાસીલ અફઝલ અન્ય પરિવારજનો તથા સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
: શયદાની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ :
હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું,
ભર નિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
અગર કોણ કરશે મગર કોણ કરશે ?
આ નખરા તમારા વગર કોણ કરશે ?
જનારી રાત્રી જતાં કહે છે સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મ્હેંકે,ફૂલો ફૂલોમાં બહાર આવે.