Spread the love

ગાંધીનગર, 03 મે, નાગરિકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુસર ગીર ફાઉન્ડેશન દ્વારા સામૂહિક ચળવળ મિશન લાઈફ – લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ શરૂ કરવામાં આવી છે.     
ગીર ફાઉન્ડેશન તરફ થી અહીં જણાવવામાં આવ્યું કે નાગરિકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુસર ગીર ફાઉન્ડેશન દ્વારા અવનવી પ્રવૃત્તિઓ, કાર્યક્રમો વગેરેનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ સાથે તાદામ્ય જાળવતી જીવનશૈલીને અપનાવવા માટે વ્યક્તિગત અને સમાજનું ધ્યાન આકર્ષિત કરવા ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિને સામૂહિક ચળવળ મિશન લાઈફ – લાઈફ સ્ટાઈલ ફોર એન્વારમેન્ટ શરૂ કરવામાં આવી છે.     
પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગ રૂપે આ ચળવળ તા. ૨૭ મે ૨૦૨૪ થી ૦૫ જૂન ૨૦૨૪ સુધી નાના ભૂલકાઓને અને વડીલોને મજા, ગમ્મત સાથે સંદેશ મળે તેવી અલગ-અલગ પર્યાવણીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિશન લાઈફની થીમ અને નાગરિકો કેવી રીતે નાના-નાના પગલાઓથી પર્યાવરણનું જતન – સંરક્ષણ કરી શકે તેવી બાબતોનું સચિત્ર પ્રદર્શન, લગ્નોત્સવોને ઈકો ફ્રેન્ડલી કેવી રીતે કરી શકાય તેના કેટલાક સમાજપયોગી સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં સચિત્ર પ્રદર્શન, ઇકો આર્ટ, ઇકો ફ્રેન્ડલી માટીના વાસણો અને વસ્તુઓ વાપરવા પ્રોત્સાહન આપવા ક્લે અને પોટરી, પ્લાસ્ટિક વેસ્ટ રિયુઝ, પુસ્તક દાન અભિયાન, યોગા, હોમ ગાર્ડનિંગ ટેકનિક પર તાલીમ – ઈ-વેસ્ટ કલેક્શન અભિયાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આજના ટેકનોલોજી યુગમાં ખૂબ જ ચિંતાનો વિષય બની રહેલ ઈ-વેસ્ટનો વૈજ્ઞાનિક અભિગમથી વ્યવસ્થિત નિકાલ માટે સરકાર માન્ય રિસાઇક્લિંગ એજન્સી સાથે મળીને ઈ-વેસ્ટ કલેક્શન અભિયાન તા.૦૧ થી ૩૦ જૂન સુધી ચલાવવામાં આવશે. જેમાં આપણા રોજિદા વપરાશમાં બિન ઉપયોગી થયેલ તમામ ઇલેકટ્રોનિક વસ્તુઓ જેમ કે બલ્બ LED, CFL, અન્ય, તમામ ટેલીવિઝન, રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, એરકન્ડિશનર, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, પ્રિન્ટર, બેટરી, ચાર્જર વગેરે જેવા કોઈપણ જાતના ઈ-વેસ્ટ સરકાર માન્ય રિસાઇક્લિંગ સંસ્થા દ્વારા સ્વિકારવામાં આવશે. જેનું તેઓ દ્વારા નક્કી કરેલ સ્ક્રેપ વળતર પ્રમાણે ચૂકવણું પણ કરવામાં આવશે. તો આ અભિયાનમાં જોડાઈને પર્યાવરણને બચાવવા સહભાગી બનવા નાયબ નિયામક પર્યાવરણ શિક્ષણ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.