Spread the love

અમદાવાદ, 06 જૂન,ગુજરાતના અમદા માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડીમાં ડૉ. હિરેન શાહ તેઓની ‘હાઉસથી હાઉઝિયમ સુધીની સફર’ની વાત કરશે.
સંયોજક મનીષભાઈ પાઠકએ આજે જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થા ‘માતૃભાષા અભિયાન’ વિવિધ પ્રકલ્પો ચલાવે છે. તે અંતર્ગત ‘ગોઠડી’નું આયોજન કરવામાં આવે છે.
તમે ક્યારેય વિચાર્યું છે મ્યુઝિયમમાં રહેવાનું કેવું લાગે. આવો જ એક અનુભવ જણાવવા માટે UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ દરમિયાન માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડીમાં ડૉ. હિરેન શાહ આવી રહ્યા છે તેમના અનોખા હાઉઝિયમની વાત લઈને. ગોઠડીમાં ડૉ. હિરેન શાહ તેઓની ‘હાઉસથી હાઉઝિયમ સુધીની સફર’ની વાત કરશે, તેમજ હાઉઝિયમના કલેક્શનની ઝાંખી શબ્દો અને PPTની મદદથી કરાવશે. ઉપરાંત UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ અને મ્યુઝિયમનું મહત્ત્વ, પઝલ અને તાળા મ્યુઝિયમનો પરિચય, દિવસનો ૨૫મો કલાક, પઝલ અને ટ્રાવેલ કોમ્યુનિટીમાં તેઓનું સ્થાન જેવા વિષયો ઉપર પણ ગુજરાતીમાં વાત કરશે.
ગોઠડી ૩૪ નું આયોજન ૦૮ જૂન શનિવારે સાંજે ૬.૦૦ વાગ્યે
વિષય છે હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ,વક્તા છે ડૉ. હિરેન શાહ અને ગોઠડીનું સ્થળ:- જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ.
ડૉ. હિરેન શાહનો પરિચય: ૪૦ વર્ષના અનુભવ, ૮ ગોલ્ડ મેડલ અને શૈક્ષણીક એવાર્ડ સાથે મણિનગર, અમદાવાદ ખાતે હોસ્પીટલ ધરાવતા ડૉ. હિરેન શાહનો પરિચય ફકત પીડિયાટ્રીશીયન તરીકે ન આપી શકાય કારણ કે ડૉ. હિરેન શાહે અમદાવાદ ખાતે ૧૦,૦૦૦થી વધુ વસ્તુઓના સંગ્રહ સાથેનું હાઉઝિયમ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું તાળાનું મ્યુઝિયમ, તેમજ ગોઠડીનું થી વધારે દેશોની મુસાફરી કરી છે અને ત્યાંની સાંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે.
ડૉ. હિરેને શોખીયા ફોટોગ્રાફર તરીકે તેમની દરેક સફરને કેમેરામાં કંડારી છે, તેમજ પોતાના દરેક અનુભવોને ઓનલાઇન બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ, અને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં આર્ટિકલ તરીકે લખીને લોકો સુધી પણ પહોંચડયા છે. તેઓએ પોતાના ફોટોગ્રાફીના શોખને ફક્ત પોતાના પૂરતો ન રાખતા અનેક ફોટોગ્રાફી પ્રદર્શન પણ ગોઠવ્યા છે અને ફોટોગ્રાફી માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ તેઓ જીત્યા છે. ડૉ. શાહ ફક્ત આર્ટિકલ લખતા જ નથી પણ અનેક મેગેઝિનના આર્ટિકલનો મુખ્ય ભાગ પણ રહી ચૂક્યા છે તેમના અને તેમના શોખ વિશે તથા તેમના હાઉઝિયમ ઉપર અનેક આર્ટિકલ લખાયા છે.
ડૉ. શાહ અને તેમના શ્રીમતી ડૉ. નમિતા શાહે તેમની આ બધી જ પ્રવૃત્તિઓ માટે દિવસના ૨૫માં કલાકની રચના કરી છે જેમાં સાથે મળીને તેઓ હાઉઝિયમ સજાવવાનું દુનિયા જોવાનું તેમજ અન્ય શોખની પ્રવૃત્તિઓ કરે છે જેના કારણે વર્ષ ૨૦૧૨ ઈન્ડિયા ટુડે સામયિક પ્રમાણે bharatna ટોચના ૬૦ ઇન્ટરેસ્ટિંગ લોકોમાં ડૉ. હિરેન શાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ ડૉ. હિરેન શાહને આપણે માતૃભાષા અભિયાનની ૩૪મી ગોઠડીમાં મળીશું અને વધારે જાણીશું.