ભાવનગર, 09 જૂન, પશ્ચિમ રેલવે માં ગુજરાત ના ભાવનગર રેલવે ડિવિઝનના ગુડ્સ ટ્રેનના લોકો પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યો હતો
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 09 જૂન, રવિવાર ના રોજ, લોકો પાયલોટ સબ્બીરખાન એચ. પઠાણ, ગુડ્સ ટ્રેન નંબર PPSP-AWB (પીપાવાવ પોર્ટ-ઔરંગાબાદ) પર કામ કરતી વખતે સાંજે લગભગ 0500 pm. વાગ્યે કિમી નં. 17/04 – 17/03, પીપાવાવ-રાજુલા સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક પર સિંહને ઉભેલા જોતા, તેણે ઇમરજન્સી બ્રેક લગાવીને અને ટ્રેનને રોકીને સિંહનો જીવ બચાવ્યો. વન રક્ષકો વાસુદેવભાઈ અને રામભાઈએ દ્વારા પાટા ક્લિયર થઈ ગયાની જાણ કર્યા પછી, ટ્રેનને ઘટનાસ્થળ પરથી લોકો પાઈલટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી. આ માહિતી લોકો પાયલોટે ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.
માહિતી મળતાં જ, લોકો પાયલોટ શ્રી સબ્બીરખાન એચ. પઠાણના આ પ્રશંસનીય કાર્યની ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.
ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, માલગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.