અમદાવાદ, જૂન 21, ભારતીય માલિકીની સૌથી મોટી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ (“IMFL”) બનાવતી અગ્રણી કંપની, એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ, જેની ઉત્પાદન શ્રેણીમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા અને જિન જેવા પાંચ જાતના દારૂનો સમાવેશ થાય છે. કંપનીના પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. ૨ ના ફેસ વૅલ્યુવાળા શેર માટે રૂ. 267 થી રૂ. 281ની પ્રાઇસ બેન્ડ નક્કી કરાઈ છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” or “Offer”) મંગળવાર, જૂન 25, 2024, સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને ગુરુવાર, 27 જૂન, 2024ના રોજ બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 53 ઇક્વિટી શેર્સ અને ત્યાર બાદ 53 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકશે.
IPOમાં રૂ. 1,000 કરોડ સુધીનો નવો ઈશ્યુ અને પ્રમોટર્સ દ્વારા રૂ. 500 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
તાજા ઈશ્યુમાંથી મળનારી રકમમાંથી રૂ. 720 કરોડની સુધીની રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલ ઋણના એક ભાગની પૂર્વ ચુકવણી અથવા સુનિશ્ચિત પુનઃચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
2016 થી 2019 સુધી, ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી વાર્ષિક વેચાણ વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે સૌથી વધુ વેચાતી વ્હિસ્કી બ્રાન્ડ્સમાંની એક હતી. આટલા વર્ષોમાં, ABDએ વિવિધ કેટેગરી અને સેગમેન્ટમાં ઉત્પાદનોનો વિસ્તાર અને રજૂઆત કરી છે.
31 ડિસેમ્બર, 2023 સુધીમાં, તેમના ઉત્પાદન પોર્ટફોલિયોમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ અને વોડકામાં IMFLની 16 મુખ્ય બ્રાન્ડનો સમાવેશ થાય છે. ABDs બ્રાન્ડ્સ જેમાં ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી, સ્ટર્લિંગ રિઝર્વ, ICONiQ વ્હિસ્કી અને ઓફિસર્સ ચોઈસ બ્લુનો સમાવેશ થાય છે, તેમજ આ બ્રાન્ડ ‘મિલિયોનેર બ્રાન્ડ્સ’ ગણાય છે અથવા તો સરળ ભાષામાં કહીએ તો આ બ્રાન્ડ્સનું એક વર્ષમાં એક 90 લાખ લિટરનું વેચાણ કર્યું હતુ.
31 માર્ચ, 2023 સુધીમાં, તેમના ઉત્પાદનો ભારતમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 79,329 રિટેલ આઉટલેટ્સમાં છૂટક વેચાયા હતા.
નાણાકીય વર્ષ 2014 અને નાણાકીય વર્ષ 2022 વચ્ચેના વાર્ષિક વેચાણના જથ્થાના સંદર્ભમાં મુંબઈ સ્થિત આ કંપની ભારતમાં ત્રીજી સૌથી અગ્રણી IMFL કંપની છે. તેમ જ ભારતની માત્ર ચાર સ્પિરિટ કંપનીઓમાંની એક છે જે સમગ્ર ભારતમાં વેચાણ અને વિતરણ કરે છે અને નાણાકીય વર્ષ 2023 દરમ્યાન IMFLની ભારતીય વ્હિસ્કી માર્કેટમાં અંદાજિત 11.8% બજાર હિસ્સા સાથે અગ્રણી નિકાસકાર રહી ચુકી છે. કંપનીએ 1988માં તેની સફર ‘ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી’ નામની ફ્લેગશિપ બ્રાન્ડ સાથે કરી હતી. જે તેમનું જંગી પ્રીમિયમ વ્હિસ્કી સેગમેન્ટમાં પદાર્પણનું એલાન પણ હતું.