અમદાવાદ, 21 જૂન, વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ (“VISL”) બુધવાર, 26 જૂન, ના રોજ ઇક્વિટી શેર્સનો તેનો આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઇશ્યૂ ખોલશે.
પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઇશ્યૂ સાઇઝ રૂ. 1,710 મિલિયન (રૂ. 171 કરોડ) સુધીની છે જેમાં ફ્રેશ ઇશ્યૂ નો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બીડિંગ તારીખ મંગળવાર, 25 જૂન છે. સબ્સ્ક્રીપ્શન માટે બિડ/ઇશ્યૂ શુક્રવાર, 28 જૂન ના રોજ બંધ થશે.
ઇશ્યૂની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 195થી રૂ. 207 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 72 શેર્સ અને તેના પછી 72 શેર્સના ગુણાંકમાં કરી શકાય છે .
કંપની ઇશ્યૂમાંથી મળનારી રકમનો નીચે મુજબના ફંડ્સ માટે ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) બિલાસપુર પ્લાન્ટ ખાતેના “વિસ્તરણ પ્રોજેક્ટ” માટે અંદાજિત રૂ. 1,645 મિલિયન (રૂ. 164.50 કરોડ)ના મૂડી ખર્ચ અને (2) બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે.
બિલાસપુર પ્લાન્ટ ખાતે “વિસ્તરણ પ્રોજેક્ટ” માટે મૂડી ખર્ચ રૂ. 1,645 મિલિયન (રૂ. 164.50 કરોડ) હોવાનો અંદાજ છે. કંપનીએ પહેલેથી જ એચડીએફસી બેંક પાસેથી લોનમાંથી રૂ. 700 મિલિયન (રૂ. 70 કરોડ) મેળવ્યા છે જે આઈપીઓની ચોખ્ખી આવકમાંથી ચૂકવવાની દરખાસ્ત છે. રૂ. 945 મિલિયન (રૂ. 94.5 કરોડ)ની બાકી રકમ માટે કંપનીએ આંતરિક ઉપાર્જનમાંથી પહેલેથી જ રૂ. 320 મિલિયન (રૂ. 32.00 કરોડ) મેળવેલા છે અને આગળ આંતરિક ઉપાર્જનમાંથી રૂ. 30 મિલિયન (રૂ. 3.00 કરોડ) મેળવવાની ઇચ્છા ધરાવે છે. બાકીના રૂ. 595 મિલિયન (રૂ. 59.5 કરોડ)ને નાણાંકીય વર્ષ 2024-25માં આઈપીઓની ચોખ્ખી આવકમાંથી મેળવવામાં આવશે.