~ભાવનગર બનાવમાં 8 નાગરિકોના મોત અને 31 સારવાર હેઠળ છે. તપાસ SMCને સોંપાઈ, 13 આરોપીઓ ઝડપાયા અને બેદરકારી બદલ પોલીસ કર્મચારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી.
Bhavnagar, Gujarat, Aug 20 (VNI): ભાવનગર જિલ્લામાં બનેલા ગંભીર બનાવમાં અત્યાર સુધીમાં 8 નાગરિકોના મૃત્યુ થયા છે, જ્યારે 31 નાગરિકો જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું લૉ એન્ડ ઓર્ડર આઈજીપી મકરંદ ચૌહાણે જણાવ્યું છે.
રાજ્યના પોલીસ વડાના આદેશથી સમગ્ર બનાવની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી છે. ભરતનગર અને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ગુના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં અત્યાર સુધીમાં આશરે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બનાવમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ સસ્પેન્શનનાં પગલાં લેવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા ભાવનગર જિલ્લા LCBના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ભાવનગર રેન્જ આઈજી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના ત્રણ કર્મચારીઓ, સ્થાનિક બીટ જમાદાર તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના એક મહિલા જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. VNI NEWS, Bhavnagar Incident, Bhavnagar Police, SMC Investigation, Gujarat Police, Police Suspension, Bhavnagar, Law and Order, SMC, Crime Investigation, Police Action, VNINews, VNINews.com
