Spread the love

અમદાવાદ,26 જૂન, ગુજરાતમાં ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ (આઈઆઈએમએ)ના પરિસર પર આજે નગર રાજભાષા અમલીકરણ સમિતિની 83મી છમાસિક બેઠકની યજમાની કરી.

આઈઆઈએમએ તરફથી જણાવવામાં આવ્યું કે યશવંત યુ. ચવ્હાણ, સમિતિ અધ્યક્ષ તથા પ્રધાન મુખ્ય આવકવેરા કમિશનર ગુજરાત, અમદાવાદની અધ્યક્ષતામાં આયોજિત આ બેઠકમાં આઈઆઈએમએના નિયામક પ્રોફેસર ભારત ભાસ્કર, ભુવનેશ કુલશ્રેષ્ઠ, રાજભાષા અધિકારી તથા પ્રધાન આવકવેરા કમિશનર, અમદાવાદ, રામવિલાસ સિંહ રાઠૌર, સદસ્ય સચિવ તથા સહાયક નિયામક (રાજભાષા), અમદાવાદ ઉપસ્થિત રહયા હતા.

સ્વાગત સંબોધન કરતાં, પ્રોફેસર ભારત ભાસ્કર, નિયામક, આઈઆઈએમએ એ જણાવ્યું હતું કે, “ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ પ્રબંધન સંશોધન અને તાલીમ પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, જે સામાજિક મુદ્દાઓને લગતા ક્ષેત્રોમાં પણ વિસ્તરે છે. જે રીતે પ્રબંધન શિક્ષણના ક્ષેત્રમાં આઈઆઈએમએ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, તેવી જ રીતે અમે રાજભાષાના અમલીકરણના ક્ષેત્રમાં પણ અમારી જવાબદારીઓ નિભાવી રહ્યા છીએ. અમારું સંસ્થાન રાજભાષાના અમલીકરણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને અમે ભવિષ્યમાં પણ રાજભાષા હિન્દીને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”

અધ્યક્ષીય સંબોધન કરતાં શ્રી યશવંત યુ. ચવ્હાણ, સમિતિ અધ્યક્ષ તથા પ્રધાન મુખ્ય આવકવેરા કમિશનર ગુજરાત, અમદાવાદ એ જણાવ્યું હતું કે, “આપણી ઓફિસોમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આપણે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. હિન્દી આપણામાંના ઘણા લોકો માટે માતૃભાષા નથી, પરંતુ જો આપણે પૂરા દિલથી પ્રયાસ કરીએ અને માત્ર એટલા માટે નહીં કે આપણને આમ કરવાનું કહેવામાં આવ્યું છે, તો તે આપણા રોજિંદા કામ અને વાતચીતમાં કુદરતી રીતે ભળી શકે છે.” તેમણે કેટલીક ઉદાહરણો પણ શેર કર્યા કે કેવી રીતે તેમના સહિત જેઓ માતૃભાષા તરીકે હિન્દી બોલતા ન હતા તેઓ પણ પ્રામાણિક પ્રયાસો દ્વારા સત્તાવાર ભાષા પર કેવી રીતે પકડ મેળવી શક્યા.

સમિતિની અમદાવાદ શહેર શાખા માટે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો પર ચર્ચા કરવા ઉપરાંત, બેઠકમાં તેના સામયિક ‘અંકુર’નું વિમોચન અને રાજભાષા સંવર્ગના નિવૃત્ત કર્મચારીઓના સન્માન પણ કરવામાં આવ્યું. આ સમારોહ દરમિયાન, આઈઆઈએમએ ને વર્ષ 2023-24 માટે રાજભાષા ભાષા નીતિના ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ રાજભાષા શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

વિવિધ કચેરીઓ/સંસ્થાઓના લગભગ 100 જેટલા વડાઓ અને રાજભાષાના અધિકારીઓ અને તમામ સદસ્ય કચેરીઓના મહાનુભાવોએ આ બેઠકમાં ભાગ લીધો હતો

.