Bhuj, Kutchh, Gujarat, Jan 24, ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજિત શિક્ષાપત્રી દ્વિ-શતાબ્દી મહોત્સવમાં આજે સહભાગી બન્યા હતાં.
શ્રી પટેલએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બિરાજતા નરનારાયણ દેવના દર્શન અને પૂજન કર્યુ હતું.
આ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદજીવનદાસજી, કોઠારી સ્વામી જાદવજીભગત સહિત હરિભક્તો, ટસ્ટ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
