અમદાવાદ, 11 જુલાઈ, ગુજરાત માં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે આજે જણાવ્યું હતું કે ૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે રમત-ગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આપણા દેશમાં વર્ષ-૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. રમત-ગમત ક્ષેત્રમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપી રહી છે તે આપણા બધા માટે આનંદ અને ગૌરવની વાત છે.
અમદાવાદ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ‘ગુજરાત ગુણવતા સંકલ્પ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે અલગ અલગ વિષયો પર વિવિધ મહાનુંભાવોની ઉપસ્થિતિમાં ચર્ચાસત્રો યોજાયા હતા.
જે અંતર્ગત “ડાયનેમિક ગુજરાત: ગ્લોબલ હબ ફોર ટુરિઝમ, કલ્ચર ઍન્ડ સ્પોર્ટ્સ વિષય પર યોજાયેલા સત્રમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમારે ઉપસ્થિત લોકો સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રમત-ગમત ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ વધે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આપણા દેશમાં વર્ષ-૨૦૩૬માં યોજાનાર ઓલમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. રમત-ગમત ક્ષેત્રમાં મહિલાઓ પણ પોતાનું યોગદાન આપી રહી છે તે આપણા બધા માટે આનંદ અને ગૌરવની વાત છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રમત-ગમત ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ રહ્યું છે. સ્પોર્ટ્સની પ્રવૃતિઓને વેગ આપવા અમદાવાદમાં આંતરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃતિના જતન અને સંવર્ધનના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ ચર્ચાસત્રમાં તાજ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ વિરેન્દ્ર શાહ, પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, થ્રી ફાઉન્ડેશનના સ્થાપક રાજીવ પટેલ, NBQP -QCIના સીઈઓ ડૉ. એ.રાજ ઉપસ્થિત રહ્યા હતા.