Spread the love

અમદાવાદ, 13 જુલાઈ, ગુજરાત ના અમદાવાદમાં ટાટા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનું પ્રદર્શન શનિવારે કરવામાં આવ્યું.
ટાઇટન કંપની લિમિટેડના સીઈઓ-જ્વેલરી ડિઝાઇન અજોય ચાવલાએ આજે અહીં કહ્યું કે અમદાવાદના 3,00,342 પરિવારો કે જેઓ તનિષ્કની વારસાનો અભિન્ન ભાગ બની ગયા છે, તેના દ્વારા નોંધાયેલા એક સીમાચિહ્નની અમે ઊજવણી કરી રહ્યા છિએ. તનિષ્કની પ્રોડક્ટની સર્વોચ્ચતા તેની અજોડ કારીગરી, વિશિષ્ટ ડિઝાઇન અને ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતામાં રહેલી છે, જે સુનિશ્ચિત કરે છે કે તે સતત શ્રેષ્ઠ ઘરેણાં પૂરા પાડે છે જે પરંપરાગત કલાત્મકતાને સમકાલિન લાવણ્ય સાથે સમન્વય કરે છે. વર્ષોથી તનિષ્ક ઘણા વિશિષ્ટ પ્રસંગોનો એક ભાગ રહી છે, જેણે એવા અનેરા કલેક્શન રજૂ કર્યા છે જેણે મહત્વની સિદ્ધિઓની ઊજવણી કરી છે તથા અનેક અમદાવાદી નવવધૂઓ માટે લોકપ્રિય પસંદગી બની છે.
આ ઇવેન્ટમાં તનિષ્કની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં તેના વેડિંગ એક્સક્લુઝિવ કલેક્શન રિવાહને દર્શાવવામાં આવ્યું હતું, જે લગ્નના અલંકૃત ઝવેરાત રજૂ કરે છે જેથી લગ્ન કરવા જઈ રહેલી વ્યક્તિના જીવનના સૌથી મોટા દિવસને યાદગાર બનાવી શકાય. ચિરકાલિન ચીકનકારી કામથી લઈને મંત્રમુગ્ધ કરનાર પિચવાઈ કારીગરી સુધી, ભવ્ય જરદોસીથી લઈને ચમકદાર પોલ્કીસ સુધી, દરેક દાગીનો ખૂબ જ બારીકાઈ સાથે હાથેથી બનાવેલો છે.
ટેલ્સ ઓફ ટ્રેડિશન રેન્જમાં તનિષ્કની ઉત્કૃષ્ટ કારીગરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં બિકાનેરમાં તૈયાર કરાયેલ વિલાંદી જડાઉ ડિઝાઈન, વિક્ટોરિયન પોલ્કી નેકલેસ જે અનકટ પોલ્કીસથી શણગારવામાં આવે છે અને ભારતીય કલાત્મકતા સાથે યુરોપીયન લાવણ્યને મિશ્રિત કરે છે તથા શાહી રજવાડા કુંદન નેકલેસ અનેરી ભવ્યતાની વાર્તાઓ વર્ણવે છે. આ કલેક્શન અદભૂત મીનાકારી કળા અને ચેલ્સેડોની સેન્ટર પીસને દર્શાવતા મંત્રમુગ્ધ જડતર કામ દ્વારા જીવંત રંગોની ઊજવણી પણ કરે છે.
આ ઇવેન્ટમાં અમદાવાદ માટે ત્રણ અલગ અલગ રેન્જ હેઠળના બેસ્ટ ઓફ ડાયમંડનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક્વામેરિન, ટેન્ઝનાઇટ, પેસ્ટલ ટુરમાલાઇન્સ અને દુર્લભ સાઇટ્રાઇન્સ જેવા દુર્લભ પથ્થરોથી ભવ્ય ઇથેરિયલ વંડર્સ ચમકી ઉઠે છે, જે તેને તનિષ્કના સૌથી ઉત્કૃષ્ટ કલેક્શન્સ પૈકીનું એક બનાવે છે. ક્લાસિક હાઇ જ્વેલરી લાઇનમાં નીલમણિ અને નીલમ સાથે સ્ટેટમેન્ટ પીસનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિ બધાથી અલગ તરી આવે છે. હાર્ટ્સ એન્ડ એરોઝ લાઇન અમદાવાદી ગ્રાહકોની વિશેષ ક્ષણોને સુશોભિત કરવા માટે અજોડ તેજસ્વીતા માટે ઇયરિંગ્સ, રિંગ્સ અને સોલિટેર સ્ટ્રીંગ્સમાં સંપૂર્ણ રીતે કટ થયેલા ડાયમંડના સોલિટેર ઓફર કરે છે.

તનિષ્ક આ મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઊજવણી કરે છે ત્યારે બ્રાન્ડ અમદાવાદના લોકો દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને વિશ્વાસ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. બ્રાન્ડનો વારસો ગુણવત્તા, વિશ્વાસ અને ગ્રાહકો સાથેના કાયમી સંબંધોના પાયા પર બનેલો છે. વર્ષોથી તનિષ્ક પર વિશ્વાસ રાખનારાઓથી માંડીને તમામ વયજૂથના પ્રતિષ્ઠિત ગ્રાહકો કે જેમણે સતત બ્રાન્ડમાં વિશ્વાસ મૂક્યો છે, આ સૌની વાર્તા તેના ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે.