~Ahmedabad will witness the grand first-time installation of ‘Khadiya na Ganraj’ on the lines of Mumbai’s Lalbaugcha Raja, offering devotees Charan Sparsh Darshan.

Ahmedabad, Gujarat, Sep 13 (VNI): અમદાવાદમાં મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાની તર્જ પર પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન કરવામાં આવશે.
ખાડિયા ગેટ પાસે લાખિયાની પોળની પાવન ધરતી પર ગણેશ ચતુર્થીના દિવસે 14 સપ્ટેમ્બર, સોમવારે સવારે 11:30 કલાકે ‘ખાડિયાના ગણરાજ’ની સ્થાપના કરવામાં આવશે. ભગવાન શ્રી ગણેશજીનું આ દિવ્ય સ્વરૂપ 10 દિવસ સુધી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ગણેશભક્તો માટે આસ્થાનું નવું કેન્દ્ર બનશે.
‘ખાડિયાના ગણરાજ’ના આયોજનનું વિશેષ આકર્ષણ એ છે કે ગુજરાતમાં પ્રથમવાર ભાવિકોને ભગવાન શ્રી ગણેશજીના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળશે. ભક્તો ભગવાનના પાવન ચરણોના દર્શન કરીને તથા ચરણસ્પર્શથી આશીર્વાદ મેળવી પોતાની મનોકામનાઓ ગણરાજના ચરણોમાં અર્પણ કરી શકશે. આ આયોજનને ભક્તિ અને આસ્થાના વિશેષ પર્વ તરીકે ઉજવવામાં આવશે. ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ અને બુદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. ‘ખાડિયાના ગણરાજ’ના ચરણોમાં માથું નમાવીને ભક્તો જીવનના તમામ વિઘ્નો દૂર કરવાની પ્રાર્થના કરી શકશે.

અષ્ટ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સત્સંગના અગ્રણીઓ અને લોકભાગીદારો દ્વારા આયોજિત ખાડિયા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં અમદાવાદની જનતાને પરિવારજનો અને સ્નેહીજનો સાથે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર અમદાવાદને ભક્તિમય બનાવવાની અપીલ પણ કરવામાં આવી છે.
‘ખાડિયાના ગણરાજ’નું વિસર્જન 25 સપ્ટેમ્બર, શુક્રવારે બપોરે 12:30 કલાકે કરવામાં આવશે. VNI NEWS, Khadiya na Ganraj, Khadiya Ganesh Mahotsav, Ahmedabad Ganesh Chaturthi, Lalbaugcha Raja, Ganesh Mahotsav Ahmedabad, Asht Vinayak Charitable Trust, Ganesh Darshan,  Khadiya na Ganraj Ahmedabad, Ahmedabad Ganesh Mahotsav, Khadiya Ganesh Chaturthi, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *