~Kathlal Police Station celebrated Ganeshotsav with an eco-friendly clay idol, honouring martyr families, retired soldiers and police personnel with patriotic tributes.

Kathlal, Gujarat, Sep 16 (VNI): ખેડા જિલ્લાના કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પર્યાવરણ જતનના સંદેશ સાથે માટીના ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
ગણેશોત્સવ દરમિયાન ભક્તિ સાથે દેશભક્તિની ભાવનાને પણ જોડવામાં આવી હતી. આર્મીમાં ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોના બલિદાનને સન્માન આપવા શહીદ પરિવારજનોના હસ્તે ગણેશજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વંદે માતરમના સમૂહગાન સાથે કાર્યક્રમ યોજાયો હતો.
બીજા દિવસે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે શહીદ સૈનિકો અને પોલીસ જવાનોના પરિવારજનોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 2021માં જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા વીર હરિશભાઈ પરમારના પરિવારજનો, 2021માં સિક્કિમ ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા હિતેશકુમાર પરમારના પરિવારજનો તથા વર્ષ 2005માં કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન શહીદ થયેલા ગુજરાત પોલીસના જવાન રામસિંહ ડાભીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત 9 નિવૃત્ત આર્મી જવાનો, 15 નિવૃત્ત પોલીસ જવાનો તથા પત્રકારોને પણ ગણપતિ આરતીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શહીદોના પરિવારજનો, નિવૃત્ત સૈનિકો અને નિવૃત્ત પોલીસ જવાનોનું ફૂલહાર તથા પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગણેશ ભક્તિ સાથે દેશભક્તિની ભાવના જોવા મળી હતી. પર્યાવરણ સંરક્ષણ માટે માટીની મૂર્તિની સ્થાપના અને શહીદ પરિવારોના સન્માન સાથે યોજાયેલી આ ઉજવણી દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશને સામાજિક સંદેશ પણ આપ્યો હતો. VNI NEWS, Kathlal Police Station, Ganeshotsav, Eco Friendly Ganesh Idol, Clay Ganesh Idol, Kheda Police, Martyr Families, Retired Army Personnel, Retired Police Personnel, Kathlal Police Station Ganeshotsav, eco-friendly Ganesh idol, clay Ganesh idol, martyr family honour, Kheda Police Ganeshotsav, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *