વડોદરા, 28 જુલાઈ, ગુજરાતના વડોદરા શહેરમાં એસ.ઓ.જીએ ફતેહગંજ, સદર બજાર બ્રિજ નીચેના પાર્કિંગમા પાર્ક કરેલ કાર માંથી માદક પદાર્થ મેફેડોન (એમ.ડી.) ૧૨૪.૦૯ ગ્રામ કિ.રૂ. ૧૨,૪૦,૯૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૧૫,૫૭,૯૫૦ ના મુદામાલ સાથે ૦૨ ઇસમને પકડી પાડયા છે.
એસ.ઓ.જી તરફ થી આજે જણાવવામાં આવ્યું કે બાતમી હકીકત મળેલ કે,” ફતેહગંજ સદર બજારમાં રહેતા જીતેન્દ્ર અમૃતલાલ ખમાર તથા તેના મિત્ર અસલમમિયા રસુલમિયા સૈયદ નાઓ માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થો એક સ્વિફટ ડીઝાયર કાર નં. GJ-02-DJ- 7640 મા રાખી ફતેગંજ સદર બજાર બ્રિજ નીચે પાર્કિંગમાં બેસેલ છે”.
જે બાતમી આધારે એસ.ઓ.જીની ટીમએ બાતમીવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેઇડ કરતાં અસલમમિયા રસુલમિયા સૈયદ તથા જીતેન્દ્ર અમૃતલાલ ખમાર નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમીટે/લાયસન્સે માદક પદાર્થ મેફેડોન (એમ.ડી) ડ્રગ્સનો જથ્થો સાથે પકડાઈ જઇ ગુનો કરેલ હોય સદર આરોપીઓ વિરુધ્ધમાં ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કારદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદામાલઃ માદક પદાર્થ મેફેડોન (એમ.ડી.) ૧૨૪.૦૯ ગ્રામ કિ.રૂ ૧૨,૪૦,૯૦૦, ૦૧ સ્વિફટ ડીઝાયર કાર નં. GJ-02-DJ- 7640 કિ.રૂ. ૩,૦૦,૦૦૦, ૦૨ મોબાઇલ ફોન કિ. રૂ.૧૫,૦૦૦, ૦૧ ડીઝીટલ વજન કાંટો કિ.રૂ. ૨૦૦ અને રોકડા રૂ. ૧૮૫૦ અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ. રૂ.૧પ,૫૭,૯૫૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ छे.