અમદાવાદ, 04 ઓગસ્ટ, ગુજરાતમા અમદાવાદ ના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે આજે રાખી મેળોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
શ્રીમતી બાબરીયાએ મહિલા કારીગરો માટે આયોજિત આ પ્રદર્શન સહ વેચાણ મેળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મહિલા કારીગરોને મળીને, તેમની સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સાથે એમણે મેળામાંથી ખરીદી કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.
મહિલા કારીગરોને તેમની સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધા આપવા માટે આયોજિત આ પ્રદર્શન સહ વેચાણ મેળામાં કુલ 82 જેટલા વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે. મહિલા કારીગરો પ્રતિદિન રૂ. 200નું ભાડું આપીને આ મેળામાં ભાગ લઈને તેમની સ્વ ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધાનો લાભ મેળવી શકે છે. આ
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે.કે. નિરાલા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.