~Baroda won the Reliance Cup Senior Men’s Inter-District Football Tournament 2026, with Junagadh finishing runner-up and Gandhinagar third.

Gandhinagar, Gujarat, Sep 30 (VNI): ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં બરોડાની ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપ મેળવી છે. સુપર લીગ સ્ટેજમાં બરોડાએ ગાંધીનગર અને જૂનાગઢની ટીમોને મહાત આપી ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જૂનાગઢ રનર-અપ અને ગાંધીનગર સેકન્ડ રનર-અપ બન્યું હતું.
ગાંધીનગર ખાતે રમાયેલી ટુર્નામેન્ટની અંતિમ મેચમાં જૂનાગઢની ટીમે ગાંધીનગરને 1-0થી હરાવીને રનર-અપ સ્થાન મેળવ્યું હતું. શરૂઆતથી જ બંને ટીમોએ બોલ પઝેશન જાળવીને આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ હાફના અંતે બંને ટીમોનો સ્કોર 0-0 રહ્યો હતો.
બીજા હાફમાં 78મી મિનિટે જૂનાગઢના કેપ્ટન કાવ્ય ચૌહાણે લેફ્ટ વિંગમાંથી ગાંધીનગરના ડિફેન્ડરને બીટ કરીને સુંદર પ્લેસમેન્ટ સાથે ગોલ કર્યો હતો. આ ગોલ સાથે જૂનાગઢે 1-0ની લીડ મેળવી હતી અને મેચના અંત સુધી આ સ્કોર જળવાઈ રહ્યો હતો.
મેચ બાદ ચેમ્પિયન ટીમ બરોડાને ટ્રોફી અને મેડલ તેમજ રનર-અપ ટીમને મેડલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારો નિતિનભાઈ ભટ્ટ, નટુભાઈ સિસોદિયા, જતિનભાઈ ભાવસાર અને ડી. એ. ગાંધી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટે 30 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે પાંચ ખેલાડીઓને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ખેલાડીઓની પસંદગી સિલેક્ટરો દ્વારા કરવામાં આવી હતી. VNI NEWS, Reliance Cup 2026, Senior Men’s Inter District Football, Gujarat Football, Baroda Football Team, Junagadh Football, Gandhinagar Football, Gujarat State Football Association, Reliance Cup Senior Men’s Inter-District Football Tournament 2026, Baroda football team, Gujarat football, GSFA, VNINews, VNINews.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *