ભાવનગર, 08 ઓગસ્ટ, ગુજરાત ના ભાવનગર માં ગુરુવારના રોજ ૨૫ લાભાર્થીઓ માટે લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી ના Lion કમલેશભાઈ શાહ તરફથી ના જન્મદિવસ નિમિતે એમનાં તરફથી અનાજકીટનું અનુદાન પ્રાપ્ત થયું છે.
VNINews.com લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી ના Lion શ્રી કમલેશભાઈ શાહ ને તેમના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
શ્રી અંધ અભ્યુદય મંડળ તરફ થી જણાવવામાં આવ્યું કે શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ કાર્યક્રમમાં શહેરના જાણીતા બિલ્ડર કુલદીપસિંહ ચુડાસમા, રાજુભાઈ (પ્રમુખ – લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી) તેમજ લાયન મેમ્બરો, મંડળના મહેશભાઈ પાઠક, અંકિતાબેન ચૌહાણના વરદ હસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
શ્રી અંધ અભ્યુદય મંડળ તરફથી દર મહીને શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી કુલ ૪૫ લાભાર્થીઓને અનાજકીટ આપવામાં આવે છે. જ્યારે પ્રતિ મહીને મંડળ તરફથી ૬ લાભાર્થીઓને અનાજકીટ અપાતી હોય છે. આ મેગા પ્રોગ્રામમાં ૨૫ લાભાર્થીઓ માટે પોતાના જન્મદિવસ નિમિતે લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી ના Lion શ્રી કમલેશભાઈ શાહ તરફથી અનાજકીટનું અનુદાન પ્રાપ્ત થયું છે. આજના રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ અનાજકીટ વિતરણ કાર્યક્રમમાં શહેરના જાણીતા બિલ્ડર શ્રી કુલદીપસિંહ ચુડાસમા, શ્રી રાજુભાઈ (પ્રમુખ – લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી) તેમજ લાયન મેમ્બરો, મંડળના શ્રી મહેશભાઈ પાઠક, શ્રી અંકિતાબેન ચૌહાણના વરદ હસ્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જન્મદિવસ નિમિત્તે શ્રી કમલેશભાઈએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે જન્મદિવસ વ્યક્તિ માટે બે રીતે યાદગાર બને છે. એક ભૌતિક જેમાં વ્યક્તિની ખુશીઓ વ્યક્ત કરવાના ઉપક્રમ હોય છે. જ્યારે બીજો આધ્યાત્મિક જેમાં વ્યક્તિએ જીવનને સફળ બનાવવા ઉત્તમ કર્મ કરી બાકીના દિવસોને યાદગાર બનાવવાના હોય છે. તેમણે સંસ્થાની પ્રવૃતિઓને બિરદાવી પુનીતકાર્યમાં જોડવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે સંસ્થાનાં પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણીએ શ્રી કમલેશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી સેવાકીય કાર્યમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓના જીવનને સફળ બનાવવા આર્થિક રીતે સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શ્રી શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાની સખાવતને પ્રજ્ઞાલોકની ઉન્નતીમાં મહત્વની ગણાવી હતી. વધુમાં તેમણે પ્રતિ મહીને અપાતી અનાજકીટની વિગતો આપી રાજયના નેત્રહીનોના કલ્યાણ માટે ચાલતી મંડળની પ્રવૃત્તિઓની ઝાંખી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.