~Cricket tournament results from SGVP Cricket Ground, Ahmedabad, featuring victories by Sanand Sports Academy, Excel Sports Academy and Universal Cricket Academy.
Ahmedabad, Gujarat, Oct 01 (VNI): SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે રમાઈ રહેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે વિવિધ કેટેગરીની કુલ ત્રણ મેચ રમાઈ હતી. જેમાં બાલમાધવ ટ્રોફી (U-12)માં સાણંદ સ્પોર્ટ્સ એકેડમીએ 139 રને, જ્યારે SGVP ટ્રોફી (U-15)માં એકસેલ સ્પોર્ટ્સ એકેડમીએ 13 રને અને યુનિવર્સલ ક્રિકેટ એકેડમીએ 10 વિકેટે વિજય નોંધાવ્યો હતો.
બાલમાધવ ટ્રોફી (U-12)માં સાણંદ સ્પોર્ટ્સ એકેડમીનો 139 રને વિજય
બાલમાધવ ટ્રોફી (U-12)ની મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાણંદ સ્પોર્ટ્સ એકેડમીએ 30 ઓવરમાં 3 વિકેટે 218 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કર્મરાજસિંહે 63 બોલમાં 87 રન, યશ લમકાએ 59 રન અને મલવરાજસિંહ વાઘેલાએ 41 રનનું યોગદાન આપ્યું હતું.
219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરંભ સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ 22.4 ઓવરમાં 79 રનમાં 7 વિકેટે અટકી હતી. અંશજ ઠાકોરે 35 રન બનાવ્યા હતા. સાણંદ સ્પોર્ટ્સ એકેડમી તરફથી નક્ષરાજસિંહ ચાવડાએ શાનદાર બોલિંગ કરતા 5 ઓવરમાં 3 મેડન સાથે માત્ર 9 રન આપી 2 વિકેટ ઝડપી હતી. સાણંદ સ્પોર્ટ્સ એકેડમીએ 139 રને વિજય મેળવ્યો હતો.
SGVP ટ્રોફી (U-15)માં એકસેલ સ્પોર્ટ્સ એકેડમીનો 13 રને રોમાંચક વિજય
SGVP ટ્રોફી (U-15)ની બીજી મેચમાં એકસેલ સ્પોર્ટ્સ એકેડમીએ 13 રને ક્રિકલેબ ક્રિકેટ એકેડમીને હરાવી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર એકસેલ સ્પોર્ટ્સ એકેડમીએ 29.4 ઓવરમાં 171 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. એકસેલ તરફથી કેપ્ટન દિશાંત સનિયારાએ માત્ર 26 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 75 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ધ્યાન કાનજીયાએ 29 રનનું યોગદાન આપ્યું હતું.
172 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ક્રિકલેબ ક્રિકેટ એકેડમીએ 30 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. ક્રિકલેબ તરફથી પટેલે 55 રન અને કેપ્ટન મિસ્ટ્રીએ અણનમ 55 રન બનાવ્યા હતા. ક્રિકલેબ તરફથી માહિર પંચાલે 33 રનમાં 4 વિકેટ ઝડપી હતી, જ્યારે એકસેલ તરફથી પરમ સનાંદિયા અને આયુષ મકવાણાએ 2-2 વિકેટ ઝડપી હતી. અંતે એકસેલ સ્પોર્ટ્સ એકેડમીએ 13 રને વિજય મેળવ્યો હતો.
SGVP ટ્રોફી (U-15)માં યુનિવર્સલ ક્રિકેટ એકેડમીનો 10 વિકેટે વિજય
ત્રીજી મેચમાં યુનિવર્સલ ક્રિકેટ એકેડમીએ અર્જુના સ્પોર્ટ્સ એકેડમીને 10 વિકેટે હરાવી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અર્જુના સ્પોર્ટ્સ એકેડમીની ટીમ 27.2 ઓવરમાં 81 રનમાં ઓલઆઉટ થઈ હતી. અર્જુના તરફથી પટેલ દક્ષે 29 રન અને શિવમ રાજભરે અણનમ 27 રન બનાવ્યા હતા.
યુનિવર્સલ તરફથી ધ્યેય પટેલે શાનદાર બોલિંગ કરતા 6 ઓવરમાં 3 મેડન સાથે માત્ર 10 રન આપી 5 વિકેટ ઝડપી હતી. દિશાંત આનંદ અને કેપ્ટન ચૌહાણ ક્રિશે 2-2 વિકેટ ઝડપી હતી. 82 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી યુનિવર્સલ ક્રિકેટ એકેડમીએ 11.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 83 રન બનાવી મેચ પોતાના નામે કરી હતી. કાવ્ય પટેલે અણનમ 42 રન અને તૌસીફ અંસારીએ અણનમ 36 રન બનાવ્યા હતા.
આજના મેચોના પરિણામ:
બાલમાધવ ટ્રોફી (U-12): સાણંદ સ્પોર્ટ્સ એકેડમી 139 રને વિજેતા.
SGVP ટ્રોફી (U-15): એકસેલ સ્પોર્ટ્સ એકેડમી 13 રને વિજેતા.
SGVP ટ્રોફી (U-15): યુનિવર્સલ ક્રિકેટ એકેડમી 10 વિકેટે વિજેતા. VNI NEWS, Cricket Tournament Ahmedabad, Bal Madhav Trophy, SGVP Trophy, U-12 Cricket, U-15 Cricket, Sanand Sports Academy, Excel Sports Academy, Universal Cricket Academy, SGVP Cricket Ground, Bal Madhav Trophy U-12, SGVP Trophy U-15, Ahmedabad Cricket Tournament, Sanand Sports Academy, Excel Sports Academy, Universal Cricket Academy, VNINews, VNINews.com
