Spread the love

અમદાવાદ,17 ઓગસ્ટ, યુગાન્ડા ના Ambassador Margaret L. Kyogire, Deputy High Commissionerએ અન્ય ડેલીગેટસ સાથે શનિવારનાં રોજ ગુજરાત યુનિવર્સિટી (GU)ની મુલાકાત લીધી હતી.

GUના કુલયતિ ડો. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે Ambassador Margaret L. Kyogireએ ગુજરાત યુનિવર્સિટી સાથે રિસર્ચ અને શૈક્ષણિક ક્ષેત્રે એકેડેમિક સહયોગ સાધવાની દિશામાં ચર્ચાવિચારણા કરી હતી.
આ સમયે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવ સહિત સભ્યો હાજર રહ્યા હતાં.