અમદાવાદ, 21 ઓગસ્ટ, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા તા.23 ઓગસ્ટના રોજ તેના પહેલા નેશનલ સ્પેસ ડેની ઉજવણીની સાથેસાથે રાષ્ટ્રવ્યાપી કલ્પનાઓને પ્રજ્વલિત કરશે.
GTU તરફથી આજે જણાવવામાં આવ્યું કે આ વર્ષેનો વિષય “જીવનને સ્પર્શવું, ચંદ્રને સ્પર્શવું” એ છે.એ માટે અવકાશી ટેકનોલોજી આપણા રોજિંદા જીવનને કેવી રીતે અસર કરે છે તે શોધવા આમંત્રિત કરે છે. શું તમે ક્યારેય NavIC નો ઉપયોગ કર્યો છે. સેટેલાઇટ છબીઓ ડાઉનલોડ કરી છે. હવામાનની આગાહી જોઈ છે. આ બધા અવકાશ અનુસંધાનના અજાયબીઓના કારણે શક્ય બન્યા છે.
આ નિમિત્તે એક પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું છે.જે જે સ્પર્ધકની કલ્પનાને આકાશમાં ઉડાવવાની તક આપે છે.આ સ્પર્ધા જી.ટી.યુ.ના તમામ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો યોજવામાં આવી છે.આમાં ભારતના અવકાશી સિદ્ધિઓના સારને પકડતું એક પોસ્ટર ડિઝાઇન કરવાનું છે.વિદ્યાર્થીઓ, શિક્ષકો કે અવકાશમાં રસ ધરાવતા સૌ લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી આમંત્રિત કરવામાં આવે છે.