Spread the love

ડીસા, 27 ઓગસ્ટ, ભારતીય સંસ્કૃતિ નો સનાતની મુખ્ય તહેવાર જન્માષ્ટમી બ્રહ્માકુમારીઝ ના ભારતી તથા વિદેશના સેવાકેન્દ્રો પર શ્રી કૃષ્ણ ની સતયુગી દુનિયા આહવાહન સાથે ઉજવાયો જેમાં લાખો બ્રહ્માકુમાર ભાઈ બહેનોએ ભારત પર દિવ્યતા સંપન્ન સતયુગી સ્થાપના માટે સંગઠિત શપથ લીધી.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાન્ત ત્રિવેદીના આજે જણાવ્યાનુસાર મુખ્ય જન્માષ્ટમી મહોત્સવ આબુ તળેટી શાંતિવન ખાતે યોજાયો જ્યાં દેશ વિદેશ ના ૧૫ હજાર બ્રહ્માકુમાર ભાઈ બહેનો એ દિવ્યતા સંપન્ન જીવન માટે શપથ લીધેલ તથા વીશાળ ચૈતન્ય શ્રી કૃષ્ણ ઝાંખી ના કાર્યક્રમો રજૂ કરેલ.

ગુજરાતના પાલનપુર – ડીસા સેવાકેન્દ્રો સહિત બધા સેવાકેંદ્રો પર પણ સુંદર સતયુગી ઝાંખી તથા નૃત્ય નાટીકા દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવ મણાવાયો તથા ભારત ભરના સેવાકેન્દ્રો સાથે વિદેશોમાં પણ જન્માષ્ટમી મહોત્સવ દ્વારા સર્વનો સનાતની ધર્મ ના પ્રથમ રાજકુમાર શ્રીકૃષ્ણ – રાધા ની ચૈતન્ય ઝાંખી ના દર્શન કરાવેલ આ નિમિત્ત દાદી રતનમોહિનીજી એ વૈશ્વિક માનવને સતયુગી વિશ્વ સ્થાપના માટે શરૂઆત પોતાના દિવ્યતા સંપન જીવન થી કરવા આશીર્વચન શુભભાવ પ્રગટ કરેલ.