Spread the love

Ahmedabad, Sep 07, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી( GTU)માં આંતરિક હેકાથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

GTU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે આંતરિક હેકાથોન-2024નુ આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને રોજબરોજ જે સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે એ માટે તેઓ સજ્જ બને એવા સકારાત્મક ઉદ્દેશથી આ હેકેથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજવામાં આવેલ આંતરિક હેકાથોન કાર્યક્રમમાં 17 થીમ રાખવામાં આવી હતી અને તે માટે 120 જુથોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે પૈકીના 450થી પણ વધું વિદ્યાર્થીઓનાં બનેલા 85 જુથોએ હેકાથોન કસોટીમાં ભાગ લીધો હતો.આ પૈકીના 40 જુથોની પસંદગી કરવામાં આવી હતી.

યુવાનોના મગજને સતર્ક કરતા આંતરિક હેકાથોનના સફળ આયોજન માટે કુલપતિ ડો.રાજુલ કે.ગજ્જર અને કુલસચિવ ડો.કે‌.એન.ખેરે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *