Ahmedabad, Sep 14, વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ૧૬ સપ્ટેમ્બરે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૧૬ સપ્ટેમ્બર, સોમવારે, સાંજે ૦૫૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ Gujarat ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે વાર્તાકાર લક્ષ્મીકાન્ત હરિપ્રસાદ ભટ્ટના ૯૮મા જન્મદિનપ્રસંગે ‘ ટીપે ટીપે ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ‘ટીપે ટીપે’ અંતર્ગત જાણીતા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
વ્યક્તિવિશેષ લક્ષ્મીકાન્ત ભટ્ટ વિશે હાસ્યલેખક રતિલાલ બોરીસાગર,લક્ષ્મીકાન્ત ભટ્ટના જીવન વિશે લક્ષ્મીકાન્ત ભટ્ટના જમાઈ સ્નેહલ ભટ્ટ અને લક્ષ્મીકાન્ત ભટ્ટની વાર્તાસૃષ્ટિ વિશે પ્રો.મહેન્દ્રસિંહ પરમાર વક્તવ્ય આપશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.