Gandhinagar, Sep 24, Gujarat ની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
સરકારી સૂત્રોએ આજે જણાવ્યું કે ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજથી તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાની કામગીરી શરુ કરવામાં આવી જેમાં રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી.
થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઈવેની સાફ સફાઈમાં કુલ ૯૯,૯૩૪ થી વધુ નાગરીકો સફાઈ ઝુંબેશમાં જોડાઈ ૧,૦૦,૮૬,૨૮૩ કલાકનું શ્રમદાન હાથ ધર્યું જેમાં ૧૬૬ ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો જે પૈકી ૩૧૬ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી રહેલ કચરાના નિકાલની કામગીરી હાલ પ્રગતિમાં છે.
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૨૩૫૦ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટની(GVP) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના કુલ ૧૮૭૩ મુખ્ય રસ્તાઓ, ૭૫૧ માર્કેટ વિસ્તાર, ૨૮૨૩ કોમર્શીયલ વિસ્તાર, ૫૨૭૨ રહેણાક વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૧૦૬૩ બ્લેક સ્પોટની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
રાજયની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં કુલ ૩૦૨ રેડ સ્પોટ(પાનની પિચકારી) ૨૪૧ યલ્લો સ્પોટની (ખુલ્લામાં યુરીનલ થતા સ્થળ) સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
વધુમાં, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવેલ કુલ ૧૪૪૭ કમ્યુનીટી/જાહેર શૌચાલય અને યુરીનલની સાફ સફાઈ હાથ ધરવામાં આવી.
રાજયની મહાનગરપાલિકા/નગરપાલિકાઓમાં કુલ ૮૦ થી વધુ સ્વચ્છતાના શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું.