Spread the love

Ahmedabad, Sep 27, Gujarat ના અમદાવાદ ખાતે જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું ૨૯ સપ્ટેમ્બરે આયોજન કરવામાં આવ્યું છે.
સંચાલક કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ આજે જણાવ્યું કે ૨૯ સપ્ટેમ્બર,રવિવારે, સવારે ૧૦૦૦ કલાકે, શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ, હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પ. પૂ. આ.શ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘શબ્દસંપદા’ કાર્યક્રમ અંતર્ગત જૈન સાહિત્યસર્જક અમૃતકલશ-કૃત જૈનસાહિત્યગ્રંથ ‘હમ્મીરપ્રબંધ’ વિશે પ્રો. પિંકી પંડયા અને જૈન સાહિત્યસર્જક ઉદયભાનુ-કૃત જૈનસાહિત્યગ્રંથ ‘વિક્રમચરિત્રરાસ’ વિશે પ્રો. દર્શના ધોળકિયા આસ્વાદલક્ષી વક્તવ્ય રજૂ કરશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.