Spread the love

Gandhinagar, Oct 07, Gujarat માં ૧૧ ઓક્ટોબર ના રોજ “આયુષ્માન આરોગ્ય શિબીર”નું આયોજન કરવામાં આવશે.
સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. આ વિકાસની ગતિ સતત ચાલુ રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ‘વિકાસ સપ્તાહ’ની ઊજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની આગેવાનીમાં ૧૧ ઓક્ટોબર ના રોજ રાજ્યમાં પેટા આરોગ્ય કેંદ્ર- આયુષ્માન આરોગ્ય મંદિર, તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે “આયુષ્માન આરોગ્ય શિબીર” નુ આયોજન કરવામાં આવશે. તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યું છે કે, આયુષ્માન આરોગ્ય શિબીરમાં જિલ્લા ના કોઈ પણ એક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિષ્ણાંત સેવાઓની ઉપલબ્ધતા એટલે કે સ્ત્રીરોગ ચિકિત્સક, બાળરોગ નિષ્ણાત, સર્જન, એનેસ્થેટીસ્ટ, આંખના નિષ્ણાત, ENT નિષ્ણાત, ત્વચા રોગ ચિકિત્સક, મનો ચિકિત્સક, ડેન્ટલ સર્જન વગેરે નિષ્ણાતો ની નાગરિકોને સેવા મળશે, ઓપરેશન (માઇનર/મેજર), MTP, મોતિયાના ઓપરેશનો વગેરે કરવામાં આવશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ જારી કરવામાં આવશે તેમજ ABHA (આરોગ્ય ID) જનરેટ કરવાના રહેશે. આર એમ એન સી એચ+એ ની સેવાઓ, ટીબી સ્ક્રીનીંગ અને સારવાર અને સીબેક ર્ફોમ જે આશા દ્વારા ભરવા, એનસીડીની સ્ક્રીનીંગ અને સારવાર, સિકલ સેલ સ્ક્રીનીંગ અને સારવાર ની સુવિધા નાગરિકોને આપવામાં આવશે.
વધુમાં શિબિરમાં આયુષ સેવાઓ, IEC, BCC અને કાઉન્સેલિંગ સેવાઓ, સિકલ સેલ સ્ક્રીનિંગ અને સિકલ સેલ કાર્ડનું વિતરણ (ફક્ત અસરગ્રસ્ત વિસ્તારમાં), વેલનેસ પ્રવૃત્તિઓ જેવી કે યોગા, મેડીટેશન/ધ્યાન, વ્યક્તિગત માસીક સ્વચ્છ્તા, પોષણ વિશે માહિતી, પેટા આર્રોગ્ય કેંદ્ર, પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ઉપર નાગરિકોનો માનસિક સ્વાસ્થય કાઉંસીલીંગ થાય તેમ આયોજન કરવા યાદીમાં જણાવાયુ છે.