Spread the love

Ahmedabad, Oct 08, NSD તથા ગુજરાત યુનિવર્સિટી (GU) ના સંયુક્તક્રમે વિવિધ UG, PG તથા Ph.D. અભ્યાસક્રમો સાથે જોડાણ કરવામાં આવશે.
GU તરફ થી આજે જણાવવામાં આવ્યું કે NSD તરફથી સ્નાતક, અનુસ્નાતક તથા Ph.D. સુધીના અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સિટીના હાલમાં ચાલતા ડ્રામાના અભ્યાસક્રમ સાથે જોડાણ કરવા માટેની અરજી થયેલ છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(NSD) જેવી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાય તે ખુબ ગર્વની વાત છે. ઉપાસનામાં હાલમાં ફાઈવ યર ઇન્ટીગ્રેટેડ કોર્સ (BPA+MPA) MPA અને Ph.D. ઈન થીએટર આર્ટ્સ ચાલી જ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે NSDમાં ડીપ્લોમા અને સર્ટીફીકેટ કોર્સ ચાલે છે તેથી NSDના વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ મેળવવામાં લાભ થશે અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને NSD જેવી વિશ્વ વિખ્યાત સંસ્થા સાથે જોડાવવામાં લાભ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *