Spread the love

GMDCને ૨૦૨૩-૨૪ના મુખ્ય શેરધારક તરીકે કંપની ઈક્વિટીના ૭૪ ટકા જેટલી થઇ પ્રાપ્ત

Gandhinagar, Oct 11, Gujarat ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ-GMDC દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના ફાઈનલ ડિવિડન્ડનો રૂ.૨૨૪.૭૩ કરોડની ધનરાશિનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
આધિકારિક સૂત્રોએ આજે જણાવ્યું કે આ રકમ GMDCને ૨૦૨૩-૨૪ના મુખ્ય શેરધારક તરીકે કંપની ઈક્વિટીના ૭૪ ટકા જેટલી પ્રાપ્ત થઈ છે.
રાજ્ય સરકારના આ જાહેર સાહસ GMDCનો નોંધપાત્ર ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રીને GMDCના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા અને મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે અર્પણ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં GMDC રાજ્ય સરકારના વ્યાપક વિકાસ વિઝનને અનુરૂપ રાજ્યના અર્થતંત્રના નિર્ણાયક ડ્રાઈવિંગ ફોર્સ તરીકે સેવા આપે છે.
આ ડિવિડન્ડ ચેક અર્પણ વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, તેમજ GMDCના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *