~Sister BK Shivani addresses Ahmedabad on discovering inner peace, overcoming distractions and living a purposeful life at AMA’s 70-year celebration.
Ahmedabad, Gujarat, Nov 28 (VNI) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા તેની “70 Amazing Years”ની ઐતિહાસિક ઉજવણીના ભાગરૂપે પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને આધ્યાત્મિક માર્ગદર્શક સિસ્ટર બી. કે. શિવાનીના સંબોધનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. “The Art of Living in a World of Distractions – Discovering Inner Peace for a Purposeful Life” વિષય પર આયોજિત આ સંવાદાત્મક વક્તવ્યમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આજના સમયમાં સતત વધતા જતા ડિજિટલ વિક્ષેપો, વ્યસ્ત જીવનશૈલી અને અનેક પ્રાથમિકતાઓ વચ્ચે વ્યક્તિ કેવી રીતે આંતરિક શાંતિ જાળવી શકે તે અંગે સિસ્ટર બી. કે. શિવાણીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જીવનમાં એકાગ્રતા વધારવા, માનસિક શાંતિ કેળવવા અને રોજિંદા જીવનને વધુ હેતુપૂર્ણ બનાવવાના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

તેમણે વિક્ષેપોથી ભરેલી દુનિયામાં પણ પોતાની આંતરિક સ્થિતિને સંતુલિત રાખવા, સકારાત્મક અભિગમ અપનાવવા અને જીવનના ઊંડા ઉદ્દેશ્ય સાથે જોડાયેલા રહેવા માટે વ્યવહારુ આધ્યાત્મિક સમજ તથા ઉપયોગી વ્યૂહરચનાઓ રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સિસ્ટર બી. કે. શિવાનીના વિચારો અને માર્ગદર્શનને રસપૂર્વક સાંભળ્યું હતું. એએમએની 70 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વ્યક્તિગત વિકાસ, આંતરિક શાંતિ અને હેતુપૂર્ણ જીવન અંગે જાગૃતિ કેળવવાનો હતો. VNI NEWS, BK Shivani Ahmedabad, Inner Peace, Purposeful Living, Ahmedabad Management Association, BK Shivani, Ahmedabad Management Association, AMA 70 Years, Inner Peace, Purposeful Living, Spiritual Guidance, Ahmedabad, VNINews, VNINews.com

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *