Spread the love

VNINews.com કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહના જન્મદિન પર શુભકામનાઓ પાઠવે છે.

Gandhinagar,(Gujarat) Oct 22, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહના જન્મદિન પર આજે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ પાઠવી અને રાજ્યમાં સોમનાથ મંદીર સહિત અનેક જગ્યાએ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા.
શ્રી પટેલએ એક્સ પર પોસ્ટ માં લખ્યું ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવીને તેમના સુદીર્ઘ અને નિરામય જીવનની મંગલ કામના કરી. તેમણે લખ્યું આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્ર હિત, રાષ્ટ્ર રક્ષા, રાષ્ટ્ર સેવામાં સદૈવ સમર્પિત છે. મને ખુશી છે કે આજે તેમના જન્મદિવસે તેઓ ગુજરાતમાં હતા અને તેમની સાથે વિવિધ કાર્યક્રમોમાં જોડાઈને તેમના માર્ગદર્શનનો લાભ મળ્યો. માનનીય શ્રી અમિતભાઈને તેમના જન્મદિવસ પર યશસ્વી જીવનની અનેક અનેક શુભકામના. @AmitShah

#HBDayAmitShah

શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરએ જણાવ્યું કે શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમીતભાઈ શાહ ના 61‘ માં જન્મદિવસ નિમીત્તે શ્રી સોમનાથ મંદીરમાં આયુષ્ય મંત્રજાપ, મહાપૂજા સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવેલ. તેમના પ્રતીનીધિ સ્વરૂપે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ. શ્રી અમીતભાઈના નિરામય દિર્ઘાયુષ્ય અને સમગ્રલક્ષી કલ્યાણની પ્રાર્થના સાથે મહાપૂજા માટે પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
આ સાથે સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ કરવામાં આવ્યા હતા અને આજે સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવી. આ પ્રસંગે ટ્રસ્ટ પરિવાર દ્વારા સોમનાથ મહાદેવ પાસે ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અમિતભાઈ શાહના નિરામય અને દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરવામા આવેલ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *