Spread the love

Mundra, Oct 25, Gujarat ના Mundra માં બ્રહ્માકુમારીઝ ના સેવાકેન્દ્ર પર આધ્યાત્મ સશક્તિકરણ માટે રાજયોગ વિષયે સમારંભ યોજાયો.
ભારતીય પ્રાચીન રાજ યોગ અને ઈશ્વરીય જ્ઞાન દ્વારા માનવના સકારાત્મક પરિવર્તન સાથે આધ્યાત્મશક્તિ કરણ સહજ સ્થાપિત કરી શકાય છે.” વર્તમાન સમયે અનેક સમસ્યાઓથી ઘેરાયેલ માનવ સમાજને શાંતિ, સ્નેહ અને સદભાવનાની શક્તિ અનિવાર્ય છે” આ શબ્દ મુન્દ્રા સેવાકેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી સુશીલાબેન પોતાના પ્રવચનમાં ઉચ્ચારેલ.
સેવા કેન્દ્ર પર યોજાયેલ સમારંભમાં માઉન્ટ આબુ થી આવેલ રાજયોગી વિનય ભાઈ, બ્રહ્માકુમાર કમલેશભાઈ, બ્રહ્માકુમારી પ્રતિમા બહેન રાજયોગ દ્વારા જીવનમાં થયેલ દિવ્ય અનુભવ વર્ણવેલ. ગુજરાત મીડિયા સંયોજક બ્રહ્માકુમાર શશીકાંત ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સમયની માંગ છે કે મનુષ્ય માત્ર પોતાની આધ્યાત્મિકતા સકારાત્મકતા અને સર્વ પ્રત્યે સ્નેહ ભાવનાના જાગૃત કરી સમાજના નવનિર્માણમાં પોતાનું યોગદાન આપે તથા પ્રતિ દિવસ 20 મિનિટ પોતાના સકારાત્મક પરિવર્તન માટે રાજયોગ નો અભ્યાસ કરે.
આ સમારંભમાં બ્રહ્માકુમારી વર્ષાબેન ને સર્વનો સ્વાગત કરેલ તથા હેતલબેને આભાર વિધિ કરેલ તેમજ ઉપસ્થિત સર્વ ધાર્મિક શ્રોતાઓએ પોતાના જીવનમાં આધ્યાત્મિકતા અપનાવી માનવસેવા માં પોતાને સમર્પિત કરવા સંગઠિત સંકલ્પ લીધેલ તથા સર્વ સકારાત્મક શક્તિ કેન્દ્રના અધ્યક્ષા શ્રીમતી વર્ષાબેન ત્રિવેદીએ માનવ જીવનમાં સકારાત્મક શક્તિના મહત્વ અંગે વક્તવ્ય આપેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *