Spread the love

Mumbai, Nov 11, અગ્રણી આઈટી સોલ્યુશન્સ પ્રોવાઇડર બ્લેક બોક્સ લિમિટેડે (BSE: 500463) (NSE: BBOX) 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે અને ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા છે.
બ્લેક બોક્સ લિમિટેડે તરફથી આજે જણાવવામાં આવ્યું કે ઓપરેટિંગ લિવરેજના દ્વારા હાંસલ થયેલી વધુ સારી કામગીરીના પગલે કંપનીએ એબિટા અને ચોખ્ખા નફાના માર્જિનમાં વૃદ્ધિ નોંધાવી છે.
કન્સોલિડેટેડ કામગીરીની મુખ્ય બાબતોઃ કંપનીએ મજબૂત ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળા માટેના એબિટા તથા ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ત્રિમાસિક ગાળા માટેની એબિટા વધીને રૂ. 135 કરોડ થઈ હતી જે વાર્ષિક ધોરણે 34 ટકા અને ત્રિમાસિક ધોરણે 18 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીની એબિટા વાર્ષિક ધોરણે 31 ટકા વધીને રૂ. 250 કરોડ રહી હતી. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા માર્જિન વાર્ષિક ધોરણે 260 બેસિસ પોઇન્ટ્સ વધીને 9 ટકા થયા હતા જ્યારે નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે એબિટા માર્જિન વાર્ષિક ધોરણે 250 બેસિસ પોઇન્ટ્સ વધીને 8.6 ટકા રહ્યા હતા. અમારા કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન માટેના સતત પ્રયાસોના પગલે એબિટા માર્જિનમાં સતત સુધારો થયો છે જેના લીધે વધુ ઉત્પાદકતા અને માર્જિન પર્ફોર્મન્સ હાંસલ થયું છે.
નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 60 ટકા અને ત્રિમાસિક ધોરણે 38 ટકા વધીને રૂ. 51 કરોડ થયો હતો. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 58 ટકા વધીને રૂ. 88 કરોડ થયો હતો. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફાનું માર્જિન વાર્ષિક ધોરણે 140 બેસિસ પોઇન્ટ્સ વધીને 3.4 ટકા થયું હતું જ્યારે નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં ચોખ્ખા નફાનું માર્જિન 3 ટકાએ રહ્યું હતું જે વાર્ષિક ધોરણે 120 બેસિસ પોઇન્ટ્સનો વધારો દર્શાવે છે. મજબૂત ઓપરેટિંગ પર્ફોર્મન્સના પગલે વધુ સારી નફાકારકતા જોવા મળી હતી.
નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટેની આવકો રૂ. 1,497 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 1,574 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે આવકો રૂ. 2,921 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 3,146 કરોડ હતી. નિર્ણયો લેવામાં વિલંબના લીધે પ્રોજેક્ટનું અમલીકરણ લંબાયું હતું જેના લીધે આવક પર અસર પડી હતી. જોકે પાઇપલાઇન મજબૂત રહી છે અને સપ્ટેમ્બર 2024ના રોજ ઓર્ડર બુક 455 મિલિયન યુએસ ડોલર રહી હતી.
બ્લેક બોક્સ આવકમાં વૃદ્ધિમાં વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે અને ટેક્નોલોજીકલ સુધારા દ્વારા પ્રેરિત ભવિષ્ય માટે તૈયાર હોય તેવી કંપની બનાવવા માટે કેટલાક વ્યૂહાત્મક પગલાં લીધા છે.
કંપનીએ ચોક્કસ ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ પર કેન્દ્રિત તેની ગો-ટુ-માર્કેટ (જીટીએમ) બિઝનેસ સ્ટ્રેટેજીને નવેસરથી સંગઠિત અને નવેસરથી તૈયાર કરી છે જેથી આ વર્ટિકલ્સ પર કેન્દ્રિત અભિગમ અપનાવી શકાય અને આ વર્ટિકલ્સની આસપાસ હોરિઝોન્ટલ સોલ્યુશન્સ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે જેથી ગ્રાહકો સાથે વધુ ગહન આદાનપ્રદાન માટે વિવિધ રેન્જના સોલ્યુશન્સ ઓફર કરી શકાય. દરેક વર્ટિકલમાં નિષ્ણાંતોના નેતૃત્વમાં કેન્દ્રિત અભિગમ સાથે કંપની વિકાસના આગામી તબક્કા માટે સજ્જ થઈ રહી છે જેનું પરિણામ નાણાંકીય વર્ષ 2026ના પ્રારંભથી જોવા મળે તેવી શક્યતા છે. નવા જીટીએમ અભિગમથી પણ કંપની તેની આવકમાં ઝડપથી વધારો કરી શકશે, ઓપરેટિંગ કાર્યક્ષમતા વધારશે, નવીનતાને આગળ લઈ જશે જેના પગલે ક્લાયન્ટ્સ સાથે વધુ ગહન આદાનપ્રદાન થશે અને નવી પેઢીના ગ્લોબલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકશે. કંપની વિશ્વભરમાં ડેટા સેન્ટર્સ સહિત એઆઈ આધારિત ટેક્નોલોજીકલ સુધારાની વધતી માંગ સંતોષી રહી છે જેથી તેના હાલના પ્રદેશોમાં મોટી તકો ઊભી કરી શકાય.
કંપનીએ આવક વધારવા માટે વધુ ગહન પ્રસાર માટે તેના 300 મોટા ગ્રાહકો પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મોટા ગ્રાહકો પર ધ્યાન આપવાથી બ્લેક બોક્સ વિવિધ રેન્જના સોલ્યુશન્સ ઓફર કરશે જેના પગલે ઊંચો વોલેટ શેર મળશે અને ઓપરેટિંગ પર્ફોર્મન્સ તથા નફાકાકરતામાં વધારો થશે.
કંપનીના પરિણામો અને કામગીરી પર બ્લેક બોક્સના પૂર્ણ સમયના ડિરેક્ટર સંજય વર્માએ જણાવ્યું હતું કે “ઇન્ડસ્ટ્રી વર્ટિકલ્સ અને હોરિઝોન્ટલ બિઝનેસ લેયરમાં અમારા બિઝનેસના પુનઃસંગઠન પર અમારા વ્યૂહાત્મક ધ્યાનના લીધે અમને આગામી તબક્કાની વૃદ્ધિ તરફ વધવામાં મદદ મળશે. પ્રીમિયમ ગ્રાહકોને લક્ષમાં રાખતા અમારા ધ્યાનપૂર્વકના અભિગમથી અમારા ગ્રાહકો સાથે અમે વધુ ગહન રીતે જોડાણ કરી શકીશું જેનાથી અમે વિશ્વભરમાં પસંદગીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રોવાઇડર બનીશું. આ ઉપરાંત મારા પડતર ઘટાડવાના પ્રયાસો ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સતત વૃદ્ધિ અને વધુ ઉત્પાદકતા પૂરી પાડશે જેના લીધે વધુ સારા માર્જિન મળશે. અમે રૂ. 386 કરોડનું ફંડ મેળવ્યું છે જે અમારી બેલેન્સ શીટને મજબૂત બનાવશે અને અમને તમામ મહત્વના ક્ષેત્રોમાં વિકાસને આગળ વધારવા માટે વધુ રોકાણો કરવામાં મદદ કરશે.”
બ્લેક બોક્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ગ્લોબલ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર દીપક કુમાર બંસલે જણાવ્યું હતું કે “ઓપરેટિંગ લિવરેજિંગ દ્વારા હાંસલ થયેલી વધુ સારી કામગીરી માટેની અમારી પ્રતિબદ્ધતાએ સારા પરિણામો આપવાનું શરૂ કરી દીધું છે કારણ કે અમારી કામગીરીના અને નફાકારકતાના માર્જિન ત્રિમાસિક ગાળાના ધોરણે સતત વધી રહ્યા છે. અમે અમારા જીટીએમનું રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યા છીએ ત્યારે અમારા ઓપરેટિંગ પર્ફોર્મન્સ, ઊંચી નફાકારકતા અને વધુ સારા કેશ ફ્લોમાં વધુ સુધારો જોઈ રહ્યા છીએ. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 51 કરોડના ચોખ્ખા નફા સાથે અમે રૂ. 200 કરોડથી વધુના રન-રેટ પર છીએ અને નાણાંકીય વર્ષ 2025 માટેના અમારા સંપૂર્ણ વર્ષના નફાકારકતાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે આશાવાદી છીએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *