Abu Road (Rajasthan), Nov 19, કેન્યા, લંડન, આફ્રિકા તથા નેપાળ માં યોજાયેલ અનેક વૈશ્વિક કાર્યક્રમોમાં બ્રહ્માકુમારીઝ સહભાગી બની.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશિકાન્ત ત્રિવેદી અને ભરત શાહના આકે જણાવ્યાનુસાર વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૨૦ દેશોમાં ભારતીય સનાતન સંસ્કૃતિ – રાજયોગ – ઈશ્વરિય જ્ઞાનના અનેક કાર્યક્રમો દ્વારા માનવ સમાજ ને શાંતિ – સદભાવના – સદાચાર નો સંદેશ નિયમિત આપવામાં આવી રહેલ છે ત્યારે દેશ માટે ગૌરવ સમાન ભારતની આ નારી શક્તિએ અનેક દેશોમાં યોજાયેલ વૈશ્વિક સ્તરના કાર્યક્રમોમાં ભાગ લઇ ભારતને વિશ્વગુરુ બનાવવામાં વિશેષ યોગદાન આપેલ છે.
તેમણે જણાવ્યું કે અજરબૈજાનના બાકૂ શહેર માં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ કોપ – ૨૯ વૈશ્વિક જલવાયું સંમેલનમાં ભાગ લઈ વિશાળ પ્રદર્શન યોજી દયા કરુણા પ્રકૃતિ પૂજન અને સકારાત્મક વિચારો દ્વારા પ્રકૃતિના પાંચ તત્વોની સેવા કરવા લંડન સેન્ટર ડાયરેક્ટર બ્રહ્માકુમારી મોરીના એ જણાવેલ આ મહા સંમેલન માં વિશ્વભરના પર્યાવરણ રક્ષક ભાગ લઈ રહેલ છે .જેમાં બ્રહ્માકુમારીઝના વિવિધ દેશોના ૧૮ પ્રતિનિધિઓ ભાગ લઈ રહેલ છે.
કેન્યા દેશના રાષ્ટ્રપતિ વિલિયર રૂટોની હાજરીમાં યોજાયેલ ભારતીય પર્વ દિપોત્સવ સમારંભમાં બ્રહ્માકુમારી હંસા બહેને આત્મ દિપક અધ્યાત્મ શક્તિ વિષયે ભારતને વિશ્વગુરુ બનાવવા દેશની મહિમા કરેલ.
લંડનના વેમ્બલી ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારંભમાં વિશ્વના નામાંકિત ફૂટબોલ ખેલાડીઓને બ્રહ્માકુમારી જેમિની બહેને મનની એકાગ્રતા માટે ભારતીય પ્રાચીન રાજયોગનો અભ્યાસ કરાવી સર્વને સનાતની સંસ્કૃતિનો અનુભવ કરાવેલ.
નેપાળના નગરકોટમાં બ્રહ્માકુમારીઝ દ્વારા વિશાળ જગ્યામાં બનેલ જ્ઞાન સરોવર અધ્યાત્મ નગરીનું ઉદ્ધાટન કરતા રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલજીએ સંસ્થાના સદભાવ – શાંતિ અને માનવીય મૂલ્યોના કાર્યને બિરદાવી ઉપસ્થિત હજારોની સંખ્યામાં માનવમેદનીને રાજયોગા ઈશ્વરીય જ્ઞાન દ્વારા દિવ્ય સંસ્કૃતિને પોતાનામાં ધારણ કરવા અનુરોધ કરેલ સંસ્થાના રાજદીદી, મૃત્યુંજયભાઈ તથા નેપાળના અનેક વરિષ્ટ પદાધિકારીઓએ પોતાની શુભ ભાવના પ્રગટ કરેલ. બ્રહ્માકુમારીઝના વિવિધ દેશોના ૧૮ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.