Ahmedabad, Gujarat, Nov 28, ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ એવા અભિવ્યક્તિ- ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિમાં ગુરુવારે વિવિધ પ્રસ્તૃતિઓ અને કલાકૃતોઓ રજુ કરવામાં આવી, જે દ્વારા દર્શકોનું મનોરંજન કરવાની સાથે સાથે તેમને નવી પ્રેરણા આપી.
ગુરુવારની પ્રસ્તૃતિઓમાં વ્યંગાત્મક નાટ્ય પ્રસ્તુતિ મુખ્ય રહી, જેમાં કાનૂન વ્યવસ્થા ઉપર વ્યંગ કરવામાં આવ્યો. રમૂજથી ભરપૂર આ નાટકે કાનુની કાર્યવાહીની આંટાઘૂંટીઓ અને બિનજરૂરી બાબતો ઉપર એક વિચારપ્રેરક ટિમ્પણી રજુ કરી, જે દર્શકોના દિલને સ્પર્શી ગઈ હતી. અન્ય પ્રસ્તુતિમાં ક્લાઉન (રંગલા)ના પ્રદર્શને આદર્શ વ્યક્તિત્વ સાથેના સામાજિક વળગાડને દર્શાવીને રમૂજનો સ્પર્શ ઉમેર્યો હતો. કલાકારો દ્વારા પોતાની હરકતો અને ભાવોના માધ્યમથી એ વાત રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે આદર્શ વ્યક્તિત્વની શોધ મોટાભાગે હાસ્યજનક પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે. આ નાટક દર્શકોને ખડખડાટ હસાવવાની સાથે આત્મચિંતન કરવા માટે પ્રરિત કરે છે. સાંજના સ્માયે અન્ય એક સંગીત પ્રસ્તૃતિ અને નૃત્ય શો એ દર્શકોને જકડી રાખી મનોરજંન પુરુ પાડ્યુ હતું.
અભિવ્યક્તિ ના માધ્યમથી મનોરંજન ઉપરાંત શીખવાની તક પણ પ્રાપ્ત થાય છે. ગુરુવારે આવી જ એક 3-દિવસીય થિયેટર વર્કશોપનું સમાપન થયું, જેમાં કલા પ્રેમીઓએ શેડો પપેટ થિએટર શીખવાનો અનુભવ મેળવ્યો હતો. ચેન્નાઈ-સ્થિત વાર્તાકાર અને કઠપૂતળી કલાકાર કાર્તિકે ‘શેડો પપેટ’ પર વર્કશોપનું સંચાલન કર્યું હતું, જેમાં હાજરી મફત હતી પરંતુ અગાઉથી નોંધણી કરવું ફરજીયાત હતું. આ વર્કશોપમાં 7 વર્ષથી ઉપરના બાળકો, યુવાન છોકરાઓ અને છોકરીઓ સહિત કુલ 28 પાર્ટિસિપન્ટ્સએ હાજરી આપી હતી. વ્યક્તિગત અનુભવોમાંથી વાર્તા કેવી રીતે બનાવવી, થિએટરમાં શબ્દો અને ગાયકીનો ઉપયોગ, બોડી લેંગ્વેજ અને થિયેટરની મુદ્રાઓ, ચિત્રકામ અને લાકડીની કઠપૂતળીઓ કેવી રીતે બનાવવી જેવી અનેક બારિક બાબતોનો બધા પાર્ટિસિપન્ટ્સે જાત અનુભવ મેળવ્યો હતો. વર્કશોપ દ્વારા કાર્તિકે તેઓને ઓછા ખર્ચમાં શેડો પપેટ શોની સ્ક્રીનીંગ માટે સરળતાથી ઘરમાં ઉપલબ્ધ હોય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું.
રવિ ઉઘરેજીયાએ નબળી પડી રહેલ ન્યાય વ્યવસ્થા પર પોતાની વ્યંગાત્મક નાટ્ય પ્રસ્તૃતિ ‘અજબ ન્યાય તમારો, ગજબ ન્યાય તમારો’ રજુ કરી. જર્મન નાટ્યકાર બર્ટોલ્ટ બ્રેખ્તના ‘ધ એક્સેપ્શન એન્ડ ધ રૂલ’ પર આધારિત આ નાટકમાં કચ્છમાં તેલના કુવાઓ શોધતા એક વેપારી અને તેના મજૂરો વિશે વાર્તા રજુ કરવામાં આવી છે. નાટકમાં વેપારી દ્વારા પોતાના મજુરો સાથે કરવામાં આવી રહેલ અન્યાયી વર્તન અને ન્યાય મેળવવા માટે મજુરોના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. આ મજુરો પોતાના તમામ પ્રયત્નો છતાં પૈસાની તાકાત સામે હારી જાય છે અને ન્યાયથી વંચિત રહે છે. આ નાટક ન્યાય વ્યવસ્થાની વર્તમાન સ્થિતી ઉપર હસ્યપૂર્ણ રીતે સવાલ ઉઠાવવાની સાથે કાનૂન વ્યવસ્થાની અસમાનતાઓને ઉજાગર કરે છે.
પ્લેટફોર્મ પ્રસ્તૃતિમાં રંગમંચના કલાકાર એજાઝ શેખ અને તેમની ટીમે ‘હાઉ ધિસ, હાઉ ધેટ’ નામની પોતાની શાનદાર પ્રસ્તૃતિ રજુ કરી હતી. આ દુનિયામાં દરેક વ્યક્તિ આદર્શ (પરફેક્ટ) બનવાના પ્રયત્નોમાં કેવો વ્યસ્ત રહે છે, અને તેના કારણે મોટાભાગે પોતાના આગવા વ્યક્તિત્વની ભાવના ગુમાવવાનો વારો આવે છે. આ નાટકમાં કોઈ રીતે દુનિયામાં આવી પહોંચેલ ત્રણ જોકરો (રંગલા)ની વાર્તા રજુ કરવામાં આવી છે, જ્યાં તેઓ પરફેક્ટ દુનિયામાં ફિટ થવા માટે સંઘર્ષ કરે છે, પરંતુ અંતે તેમાં અસફળ થઈને અરાજકતા ઉભી કરે છે. પરફેક્ટ દુનિયામાં ફિટ થવા માટેના તેમના પ્રયત્નો દર્શકોને વ્યંગાત્મક રીતે એક મનોરંજક રોમાંચ અને ભૂલોથી ભરપૂર સાહસની દુનિયામાં લઈ જાય છે. આ જોકરો પોતાની યાત્રાને કેવી રીતે આગળ વધારે છે તે જાણવા પ્રત્યેક દર્શકને આતુર બનાવે છે.
વિઝ્યુઅલ આર્ટ ઈન્સ્ટોલેશન: ત્રિપુરાના બહુમુખી કલાકાર રુમકી ભૌમિકે પોતાની કલાકૃતિ “એ ડ્રીમ સિટી અરાઉન્ડ મી” માં દર્શકોને લઘુચિત્રોના માધ્યમથી મકાનોની દુનિયાની સફરે લઈ જાય છે. તેમણે જે વિવિધ માનવીય રહેણાંકોને નિહાળ્યા તેમાંથી પ્રેરણા લઈને તેઓ ઘરના સ્વપ્નની આપણી સૌની ઈચ્છાના પ્રતિબિંબ રૂપે આ કાલ્પનિક મકાનોનું નિર્માણ કરે છે. ભવ્ય મહેલોથી લઈને સાધારણ ઝોંપડિયો સુધી દરેક લઘુચિત્ર આપણને જે વાર્તા કહે છે તે અંગે વિચાર કરવા પ્રેરીત કરે છે.આ કલાકૃતિના માધ્યમથી રુમકી ભૌમિક આપણને સહાનુભૂતિ અને આકાંક્ષાની સફર પર લઈ જાય છે, જે આપણને માનવ લાગણીઓની સુંદરતા અને સ્થિતિસ્થાપકતાની યાદ અપાવે છે.
ઝારખંડના વિશાલ કુમાર ગુપ્તાએ પોતાની કલાકૃતિ “ફ્રેગમેન્ટ ઇઝ લેન્ડસ્કેપ ઓર બોડી! (પેઈન્ટીંગ) એન્ડ ફ્રેગમેન્ટ ઇઝ સ્ટ્રેજ ક્રિએટર (ડ્રોઈંગ)” રજુ કરી. તેમણે કપાયેલા અને ખંડિત વૃક્ષના ભાગોમાંથી દોરેલી પોતાની કલાકૃતિઓ રજૂ કરી. તેમની તાજેતરની કૃતિઓ વૃક્ષોના અવશેષોને શોધે છે, તેમજ ફોટોગ્રાફી અને વિડિયો દ્વારા તેમના સારને કેપ્ચર કરે છે. કુદરતી અને માનવસર્જિત ટુકડાઓને એક સાથે રાખીને વિશાલ કુમાર ગુપ્તા આપણા અસ્તિત્વ સાથે વણાઈ ગયેલ ક્રૂરતા અને અરાજકતાની છુપી કથાઓને ઉજાગર કરવા માંગે છે. ગ્રેફાઈટ અને ઓઈલ પેઈન્ટ્સથી બનેલ તેમના ચિત્રો અને રેખાચિત્રો મુલાકાતીઓને વ્યવસ્થા અને અવ્યવસ્થા, સુંદરતા અને ક્ષય વચ્ચેના નાજુક સંતુલન અંગે વિચાર કરવા પ્રેરીત કરે છે.
આસામના વિઝ્યુઅલ આર્ટિસ્ટ રઘુબીર સિન્હા મણિપુરી લોકકથાનું મનમોહક સંશોધન સમાન પોતાની કલાકૃતિ “આપંગઃ ધ ક્લેવર સર્વાઈવર” રજુ કરી છે. ત્વરિત ઉકેલ કરતા પાત્ર આપંગથી પ્રેરીત થઈને રઘુબીર સિન્હા પોતાની કલાકૃતિમાં ફોટોગ્રાફી, ફિલ્મ નિર્માણ અને ડિજિટલ કલાનો સમન્વય કરીને ઇમર્સિવ સ્ટોપ-મોશન ફિલ્મો બનાવે છે. કલાકાર દર્શકોને આપાંગની નજરથી એક યાત્રા કરવા માટે પ્રેરીત કરે છે, તે એક એવું સ્થિતિસ્થાપક વ્યક્તિત્વ છે જે સામાન્ય દેખાતા પરિવેશમાં છુપાયેલ ઊંડાણો અને પડકારોને શોધે છે. રઘુબીર સિન્હાનું માનવું છે કે કલામાં લાગણીઓ અને ગાઢ સબંધોને જાગૃત કરવાની શક્તિ હોય છે, તેમની કલાકૃતિ ચોક્કસપણે આ ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે.
અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે.