Ahmedabad, Dec 10, Gujarat ના અમદાવાદમાં આજે શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર નીતિન વડગામાએ ૬૭મા જન્મદિનપ્રસંગે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.
સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે આજે સાંજે ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ, વિવેચક, સંપાદક નીતિન વડગામાના ૬૭મા જન્મદિનપ્રસંગે ‘ શબ્દજયોતિ ‘ શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘ શબ્દજયોતિ ‘ અંતર્ગત સાહિત્યકાર નીતિન વડગામાએ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
નીતિન વડગામા : ઓછું લખાય પણ નક્કર લખાય,આપણને અને લોકોને સંતોષ થાય એવું અને એટલું સાહિત્યસર્જન થયું છે.વિદ્યાર્થી અવસ્થાથી જ કાવ્યસર્જન અને વિવેચન શરૂ થયું.વિધિએ કરવતને બદલે કલમ આપી એટલે કાવ્યસર્જન થયું.લખાતું ગયું અને પોંખાતું ગયું એનો આનંદ છે.કાવ્યસર્જન આગ્રહથી નહીં પણ અનુગ્રહથી થાય છે.કોઈક અંદરથી ધક્કો મારે ત્યારે કાવ્યસર્જન કર્યું છે અને સહજ રીતે કર્યું છે.