Prayagraj,Uttar Pradesh, Dec 13, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં આશરે રૂ. 5500 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન અને શુભારંભ કર્યો હતો.
શ્રી માોદીએ જનમેદનીને સંબોધતા સંગમની પાવન ભૂમિ પ્રયાગરાજની ભક્તિને નમન કર્યા હતા અને મહાકુંભમાં ભાગ લેનારા સંતો અને સાધુઓને આદરાંજલિ અર્પણ કરી હતી. એમણે પોતાની મહેનત અને સમર્પણથી મહાકુંભને ભવ્ય સફળતા અપાવનારા કર્મચારીઓ, શ્રમિકો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ મહાકુંભની ભવ્યતા અને વિસ્તાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, આ મહાકુંભ દુનિયામાં સૌથી મોટો મેળો છે, જ્યાં 45 દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞ માટે દરરોજ લાખો શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે. આ પ્રસંગે એક સંપૂર્ણ નવું શહેર ઊભું કરવામાં આવ્યું છે. એમણે કહ્યું હતું કે, “પ્રયાગરાજની ભૂમિ પર એક નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આગામી વર્ષે મહાકુંભનું આયોજન રાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઓળખને નવા શિખરો પર લઈ જશે અને તેમણે કહ્યું હતું કે, એકતાના આ પ્રકારના ‘મહાયજ્ઞ’ની ચર્ચા સમગ્ર વિશ્વમાં થશે. તેમણે મહાકુંભના સફળ આયોજન માટે લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારત પવિત્ર સ્થળો અને તીર્થસ્થાનોની ભૂમિ છે.” તેમણે ઉમેર્યું હતું કે, તે ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા અને અન્ય અનેક નદીઓની ભૂમિ છે. પ્રયાગને આ નદીઓના પવિત્ર પ્રવાહનો સંગમ, સંગ્રહ, મંડળ, સંયોજન, પ્રભાવ અને શક્તિ ઉપરાંત ઘણાં તીર્થસ્થળો ધરાવે છે અને તેની મહાનતા જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રયાગ માત્ર ત્રણ નદીઓનો સંગમ જ નથી, પરંતુ તેનાથી પણ વિશેષ છે. તેનું ધાર્મિક મહત્વ સમજાવતાં તેમણે ટિપ્પણી કરી હતી કે પ્રયાગ વિશે કહેવામાં આવ્યું છે કે આ એક પવિત્ર સમય છે જ્યારે સૂર્ય મકરના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમામ દૈવી શક્તિઓ, અમૃત, ઋષિઓ અને સંતો પ્રયાગમાં નીચે ઉતરે છે. તેમણે ઉમેર્યું કે પ્રયાગ એક એવું સ્થળ છે જેના વિના પુરાણો અધૂરા રહી જશે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે પ્રયાગ એક એવું સ્થળ છે, જેની વેદોના શ્લોકોમાં પ્રશંસા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીએ
કહ્યું હતું કે, “પ્રયાગ એક એવું સ્થળ છે, જ્યાં દરેક પગલે પવિત્ર સ્થળો અને સદાચારી વિસ્તારો છે.” પ્રયાગરાજના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોકનું પઠન કર્યું હતું અને સમજાવ્યું હતું કે, “ત્રિવેણીની અસર, વેણીમાધવનો મહિમા, સોમેશ્વરના આશીર્વાદ, ઋષિ ભરદ્વાજની તપસ્યા ભૂમિ, ભગવાન નાગરાજ વસુજીનું વિશેષ સ્થાન, અક્ષયવડનું અમરત્વ અને ભગવાનની કૃપા – આ જ તો આપણા તીર્થરાજ પ્રયાગને બનાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રયાગરાજ એક એવું સ્થળ છે જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય તત્વો ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પ્રયાગરાજ એ માત્ર જમીનનો ભૌગોલિક ટુકડો નથી, પરંતુ તે આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માટેનું સ્થળ છે.” પ્રધાનમંત્રીએ પ્રયાગરાજની મુલાકાત લેવા માટે નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે અગાઉના કુંભ દરમિયાન સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનું યાદ કર્યું હતું અને આજે તક મળવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. દિવસની શરૂઆતમાં હનુમાન મંદિર અને અક્ષયવડમાં તેના દર્શન અને પૂજા વિશે બોલતા, પ્રધાનમંત્રીએ હનુમાન કોરિડોર અને અક્ષયવટ કોરિડોરના વિકાસ વિશે માહિતી આપી હતી. જેથી ભક્તો સરળતાથી પહોંચી શકે અને સરસ્વતી કૂપના પુનર્વિકાસ પ્રોજેક્ટ વિશે જાણવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ હજારો કરોડનાં મૂલ્યનાં આજનાં વિકાસ કાર્યો માટે નાગરિકોને અભિનંદન પણ આપ્યાં હતાં.
શ્રી મોદીએ કહ્યું હતું કે, “મહાકુંભ આપણી શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના દિવ્ય તહેવારના વારસાની જીવંત ઓળખ છે.” તેમણે ઉમેર્યું હતું કે, દરેક વખતે આ મેગા ઇવેન્ટ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને કળાના દિવ્ય મેળાવડાનું પ્રતિક છે. સંસ્કૃત શ્લોકનું પઠન કરતાં પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવી એ કરોડો યાત્રાધામોની મુલાકાત લેવા બરાબર છે. તેમણે ઉમેર્યું કે, પવિત્ર ડૂબકી લેનાર વ્યક્તિ તેના બધા પાપોથી છૂટકારો મેળવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિવિધ સમ્રાટો અને રજવાડાઓ દ્વારા શાસન કરવા છતાં અથવા તો અંગ્રેજોના આપખુદ શાસન દરમિયાન પણ વિશ્વાસનો આ શાશ્વત પ્રવાહ ક્યારેય અટક્યો નથી અને તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે કુંભ કોઈ બાહ્ય શક્તિઓ દ્વારા સંચાલિત નથી. તેમણે ઉમેર્યું હતું કે, કુંભ મનુષ્યનાં આંતરિક આત્માની ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. જે ચેતના અંદરથી આવે છે અને ભારતનાં દરેક ખૂણામાંથી લોકોને સંગમનાં કિનારા સુધી ખેંચી લાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગામડાંઓ, નગરો, શહેરોનાં લોકો પ્રયાગરાજ તરફ પ્રયાણ કરે છે અને આ પ્રકારની મંડળી અને સામૂહિક મેળાવડાની શક્તિ ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એક વખત કોઈ વ્યક્તિ મહાકુંભમાં આવે એટલે દરેક વ્યક્તિ એક થઈ જાય છે, પછી તે સંતો હોય, ઋષિઓ હોય, શાણા માણસો હોય કે સામાન્ય લોકો હોય અને જ્ઞાતિ અને સંપ્રદાયો વચ્ચેનો તફાવત સમાપ્ત થઈ જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, કરોડો લોકો એક ધ્યેય અને એક વિચાર સાથે જોડાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વખતે મહાકુંભ દરમિયાન વિવિધ રાજ્યોમાંથી વિવિધ ભાષાઓ, જ્ઞાતિઓ, માન્યતાઓ ધરાવતાં કરોડો લોકો સંગમમાં એકત્ર થશે અને એકતામાં જોડાશે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની આ માન્યતા છે કે શા માટે મહાકુંભ એકતાનું મહાયજ્ઞ હતો. જ્યાં દરેક પ્રકારના ભેદભાવનું બલિદાન આપવામાં આવે છે અને અહીંનાં સંગમમાં ડૂબકી લગાવનાર દરેક ભારતીય એક ભારત, શ્રેષ્ઠ ભારતની સુંદર તસવીરનું પ્રતિનિધિત્વ કરે છે.
પ્રધાનમંત્રીએ
ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરામાં કુંભના મહત્વ પર ભાર મૂક્યો હતો અને એ બાબત પર ભાર મૂક્યો હતો કે, કેવી રીતે તે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ અને પડકારો અંગે સંતો વચ્ચે ગહન ચર્ચા કરવા માટેનો એક મંચ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે ભૂતકાળમાં આધુનિક સંચાર ચેનલોનું અસ્તિત્વ નહોતું, ત્યારે કુંભ મહત્ત્વપૂર્ણ સામાજિક પરિવર્તનોનો પાયો બની ગયો હતો. જ્યાં સંતો અને વિદ્વાનો દેશનાં કલ્યાણની ચર્ચા કરવા એકત્ર થયાં હતાં તથા વર્તમાન અને ભવિષ્યનાં એમ બંને પ્રકારનાં પડકારો પર વિચાર-વિમર્શ કરતા હતા. જેથી દેશની વિચારપ્રક્રિયાને નવી દિશા અને ઊર્જા પ્રદાન થઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે પણ કુંભ એક એવા મંચ તરીકે પોતાનું મહત્ત્વ જાળવી રાખે છે, જ્યાં આ પ્રકારની ચર્ચાઓ ચાલુ રહે છે. સમગ્ર દેશમાં સકારાત્મક સંદેશો મોકલે છે અને રાષ્ટ્રીય કલ્યાણ પર સામૂહિક વિચારોને પ્રેરિત કરે છે.