Mumbai, Maharashtra, Dec 20, MCX પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનામાં રૂ.106ની વૃદ્ધિ, ચાંદી રૂ.483 નરમ રહી.
MCX તરફથી આજે જણાવ્યું કે દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.73353.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9862.05 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.63489.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18330 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1047.42 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5407.06 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.75660ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75876 અને નીચામાં રૂ.75651ના સ્તરને સ્પર્શી, રૂ.75651ના આગલા બંધ સામે રૂ.106 વધી રૂ.75757ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.33 વધી રૂ.60923ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.7583ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.75144ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.86993ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.87417 અને નીચામાં રૂ.86447ના સ્તરને સ્પર્શી, રૂ.87187ના આગલા બંધ સામે રૂ.483 ઘટી રૂ.86704ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.521 ઘટી રૂ.86807ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી વાયદો રૂ.504 ઘટી રૂ.86822ના સ્તરે પહોંચ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1784.06 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.3.75 ઘટી રૂ.793ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ડિસેમ્બર વાયદો 50 પૈસા ઘટી રૂ.278.3ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો રૂ.1.35 વધી રૂ.242.6ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ડિસેમ્બર વાયદો રૂ.1.25 ઘટી રૂ.175.25ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 2678.13 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો બેરલદીઠ રૂ.5902ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5909 અને નીચામાં રૂ.5846ના સ્તરને સ્પર્શી, રૂ.5933ના આગલા બંધ સામે રૂ.62 ઘટી રૂ.5871ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.61 ઘટી રૂ.5875ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.12.7 વધી રૂ.311.9ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.12.9 વધી રૂ.311.8ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.926.1ના ભાવે ખૂલી, રૂ.1.3 વધી રૂ.928.9ના ભાવ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો ખાંડીદીઠ રૂ.310 ઘટી રૂ.53710ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2612.56 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2794.50 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1027.37 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 252.14 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 60.31 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 444.24 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 451.32 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2226.81 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.18 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 1.24 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14750 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 42948 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10256 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 126851 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 37664 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 61390 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 211024 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8753 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24674 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18331 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18356 પોઈન્ટના સ્તર અને નીચામાં 18330 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 18 પોઈન્ટ ઘટી 18330 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.28.9 ઘટી રૂ.159ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.95 વધી રૂ.10.65ના ભાવે બોલાયો હતો.
સોનું ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.30.5 વધી રૂ.582.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.138.5 ઘટી રૂ.2410ના ભાવે બોલાયો હતો. તાંબુ જાન્યુઆરી રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.62 ઘટી રૂ.16.8ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 31 પૈસા ઘટી રૂ.7.39ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.7350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 50 પૈસા ઘટી રૂ.10.5ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.5.1 વધી રૂ.10.7ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.15 ઘટી રૂ.133ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.101.5 ઘટી રૂ.2298ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.36.3 વધી રૂ.194.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.310ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.6.65 ઘટી રૂ.9.3ના ભાવ થયા હતા.
સોનું ડિસેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.58 ઘટી રૂ.376.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.134.5 વધી રૂ.3638.5ના ભાવ થયા હતા. તાંબુ જાન્યુઆરી રૂ.780ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 15 પૈસા વધી રૂ.9.94ના ભાવે બોલાયો હતો. જસત જાન્યુઆરી રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 39 પૈસા વધી રૂ.12.64ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.33.4 વધી રૂ.193.7ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.95 ઘટી રૂ.5.3ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ડિસેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38.5 ઘટી રૂ.311ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.223 વધી રૂ.3387.5ના ભાવે બોલાયો હતો.