Ahmedabad, Gujarat, Dec 21, ગુજરાત ના અમદાવાદમાં આજે 180મી બાળસાહિત્ય શનિસભા આયોજિત કરવામાં આવી.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે ગુજરાતી ભાષાના વિકાસ માટે સ્થપાયેલી “માતૃભાષા અભિયાન” સંસ્થા તરફથી બાળસાહિત્યના લેખકોના સર્જનમાં વેગ મળે તથા એનું સંવર્ધન થાય, તેનું સમૂહમાં મૂલ્યાંકન થાય તે આશયથી દર માસના પહેલા અને ત્રીજા શનિવારે “બાળસાહિત્ય શનિસભા”નું આયોજન થાય છે.એ અંતર્ગત ૧૮૦મી “બાળસાહિત્ય શનિસભા” આજે નિરંજન ભગત મેમોરીયલ ટ્રસ્ટ, પહેલો માળ, આશિમા હાઉસ, એમ.જે લાયબ્રેરીની પાછળ, ઓવરબ્રિજ નીચે, એલીસબ્રીજ.આશ્રમ રોડ, અમદાવાદાં આયોજિત થઈ હતી.
આજની બેઠકમાં સૌ બાળસાહિત્યકારો દ્વારા તેમના અપ્રકાશિત બાળકાવ્યો અને બાળવાર્તાઓ રજૂ કરવામાં આવી અને બાળસાહિત્યના લેખકોમાં યશવંત મહેતા, નટવર પટેલ, અરવિંદ ભાંડારી, ગિરિમા ઘારેખાન, હસમુખ બોરાણીયા, દિના પંડ્યા, ભારતી સોની, રેખાબેન ભટ્ટ, મિતુલ મકવાણા, પ્રશાંત રાવલ, લોપા ભટ્ટ, જિતુભાઈ શાહ વગેરે બાળસાહિત્યકારોએ પોતાનાં અપ્રકાશિત બાળકાવ્યો, બાળવાર્તાઓ રજૂ કરી, તેની મુક્ત મને ચર્ચા કરી હતી.
૧૮૦મી બાળસાહિત્ય શનિસભામાં ઉતરાયણ, ઠંડી, ધ્વજવંદન, વસંતઋતુ વગેરે વિષયો પર અપ્રકાશિત વાર્તા અને કાવ્યો રજૂ થયાં.
