Spread the love

Ahmedabad, Gujarat, Dec 25, પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત જોરાવરસિંહ જાદવએ પૂર્વીબેન કમલ નયન ત્રિવેદીનું પુષ્પહાર શાલ અર્પણ કરી આજે વિશેષ સન્માન કર્યું હતું.
ગુજરાત પત્રકાર સંઘ ની આજ સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન લાલ ખાતે યોજાયેલ વાર્ષિક સામાન્ય સભા અને દીપોત્સવી સ્નેહ સંમેલન માં ગુજરાત પત્રકાર સંઘના મોટી સંખ્યામાં અનેક જાણીતા અને સન્માનનીય પત્રકારોની હાજરીમાં સમારંભના પ્રમુખ ગુજરાત અને વિશ્વપ્રસિદ્ધ લોકસાહિત્યકાર , અખબારોના આર્ટીકલ લેખક પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત જોરાવરસિંહ જાદવ ના વરદ હસ્તે વિરમગામી ભૂદેવ ગ્રુપ અમદાવાદ વિરમગામ સંસ્થાના પરિવારના દીકરી પૂર્વીબેન કમલ નયન ત્રિવેદી ની તેમની શોર્ટ ફિલ્મ “જઠરે શયનમ્” દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થવા બદલ પુષ્પહાર શાલ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પત્રકાર સંઘના 30 વર્ષ થી સુકાન સંભાળતા પ્રમુખ બી.આર.પ્રજાપતિએ આ પ્રસંગે પૂર્વીબેન નો પરિચય આપ્યો તથા પ્રસિદ્ધ સાહિત્યકાર યશવંત ભાઈ મહેતા અને ગુજરાત પત્રકાર સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *