Spread the love

Ahmedabad, Gujarat, Jan 10, જૈનસાહિત્યસર્જક ‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને જૈનસાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા ૧૨ જાન્યુઆરીએ વક્તવ્ય આપશે.
કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ જણાવ્યું કે તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫, રવિવારે,સવારે ૧૦-૦૦ કલાકે, શાસનસમ્રાટ ભવન, ઓડિટોરીયમ હૉલ,હઠીસિંગની વાડી, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ ખાતે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી હઠીસિંગ કેસરીસિંગ ટ્રસ્ટના ઉપક્રમે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘શબ્દસંપદા’ શીર્ષક હેઠળ જૈનસાહિત્યસર્જકો અને પ્રશિષ્ટ કૃતિઓ વિશેના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
‘શબ્દસંપદા’ અંતર્ગત જૈનસાહિત્યસર્જક ‘વાચક દયાસાગર’ વિશે પ્રો. નિસર્ગ આહીર અને જૈનસાહિત્યગ્રંથ ‘મદનરાજર્ષિ ચતુષ્પદી’ વિશે પ્રો. રમજાન હસણિયા વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *